________________
૩૧
શેઠ ૦ કની પેઢીના ઇતિહાસ
કે આબૂ મુકામે તેમને એક પક્ષકાર તરીકે ઊભા રહેવુ. પડયું અને તે જ ચોખ્ખી રીતે બતાવી આપે છે કે તેમના અને જૈનેના સંબંધ એક સત્તાધારી સત્તાને અને તેમની પ્રજા વચ્ચેતા નથી, પરંતુ ખે પક્ષકારો વચ્ચે થયેલા કરારના એક પક્ષકાર તરીકેના છે. વળી દરબારના વકીલે સ્પષ્ટ રીતે કબૂલ કરેલુ હેાવા છતાં એજન્ટ સાહેબે એવી તા દૂર ંદેશી ચલાવી છે કે દશ વરસ બાદ શું સ્થિતિ હશે તે પોતે કલ્પી શકે તેમ નહીં હેાવાથી, ત્યાર બાદ સાર્વભામ સત્તાએ વચ્ચે પડી આ સવાલના નિર્ણય લાવવા કે જૈનાને દરબારના શરણે સોંપી દેવા તે તે વખતના રાજ્યાધિકારી ઉપર મૂકયુ છે, અર્થાત્ એજન્ટ સાહેબના અભિપ્રાય પ્રમાણે જેમ બને તેમ જલદી જૈનાને પાલીતાણા દરબારને શરણે કરવાથી આ સવાલને વહેલા ફડચેા આવશે તેમ તેમનું માનવુ જણાય છે.
સામાન્ય રીતે એક અગ્રેજ અમલદાર આવા પ્રકારના ન્યાય આપશે અને તે પણ મુ`ડકાવેરાના હિમાયતી બનશે તે ભાગ્યે જ કલ્પી શકાય તેમ છે. અને છતાં, આપ જાણેા છે કે, આ ફેંસલેા સીવીલ સીસમાં ઘડાયેલા એક અનુભવી અમલદારે આપ્યા છે. ઉપર જણાવ્યા મુજબ વે1ટસન સાહેબને જૈનાની ધાર્મિક લાગણીનેા ભાગ્યે જ ખ્યાલ હૈાય તેમ લાગે છે. જો આ જગ્યાએ કાઈ ચુસ્ત હિંદુ, મુસલમાન કે ક્રિશ્ચિયન હોત તેા તે સહેજે સમજી શકત કે આહાર, નિદ્રા અને પાણી મનુષ્યનું જીવન ટકાવવા જેટલાં જરૂરી છે, તેટલા જ પ્રમાણમાં ધાર્મિક જૈનેાને યાત્રા એ એક અંગભૂત જરૂરિયાત છે. આ સિવાય વોટસન સાહેબે જ્યારથી એડ-ઇન્ટરીમ ( વચગાળાના ) એર બહાર પાડયો છે, ત્યારથી કેટલા કેટલા જૈના શું શું તપશ્ચર્યા કરી દુઃખ વેઠી રહ્યા છે, તેનેા પણ તેમણે ભાગ્યે જ ખ્યાલ કર્યાં હાય તેમ જણાય છે.
આ ઉપરથી તાત્પર્ય એટલુ જ છે કે જ્યાં સુધી જૈનાએ પેાતાનું એકતાબળ બતાવ્યુ નથી, ત્યાં સુધી તેમને સંપૂર્ણ ન્યાય મળવા મુશ્કેલ છે. વધુમાં મિ. વેટસન સાહેબની પાસે ફક્ત રખાપાના સવાલના જ નિર્ણય કરવાની બાબત હતી, અને તે પોતે પોતાના ચુકાદામાં એક કરતાં વધુ વખત જણાવે છે કે, રખાપા સિવાય બીજી બાબતમાં ઊતરવા હું માગતા નથી; છતાં પોતાના ચુકાદાના પોણા ભાગમાં હકૂ મતના સવાલ ચર્ચવામાં આવ્યા છે, તેમાં પોતે એવા અભિપ્રાય જણાવે છે કે બ્રિટીશ અને હિંદુસ્તાનના અન્ય દેશી રાજયામાં વસતા જૈને અને પાલીતાણા દરબારની જૈન પ્રા વચ્ચે કાઈ પણ જાતના તફાવત છેજ નહીં. આપણી આગળ હમણાં વેટસન સાહેબના ચુકાદાને સાર વાંચી સંભળાવવામાં આવશે તે ઉપરથી આપ જોઈ શકશે કે તે પોતે એટલે સુધી કહેવાને આગળ વધ્યા છે કે, એક ભારેમાં ભારે અન્યાય થાય અને તેવા અન્યાય સામે કાઈ પણ દેશી રાજ્યમાં વસતી કોઈ પણ પ્રશ્નને સર્વાપરી બ્રિટીશ સરકાર પાસે ન્યાય મેળવવાના હક છે, તેટલેા જ હક જૈનેાને માટે બસ છે. વોટસન સાહેબ ભૂલી ગયા જણાય છે અને ભૂલ્યા ન હોય તે આંખ આડા કાન કર્યા જણાય છે કે, તેરમા સૈકા સુધી તા પાલીતાણા દરબાર જેવી વસ્તુ જ શત્રુંજયમાં હતી નહી..
હવે હું ટૂંકમાં આપ આગળ મિ. વેટસને આપેલા ચુકાદાને ભાવાર્થ વાંચી સ’ભાવીશ, ચુકાદા પ્રમાણે શ્રી શત્રુ ંજય પર્યંતના સર્વોપરી હક્ક પાલીતાણા દરબારને છે. યાત્રાળુ પાસેથી કર લેવાના રાજ્યના હક્ક છે અને તેથી દશ વરસ સુધી જૈનાએ દર વરસે પાલીતાણા દરબારને એક લાખ રૂપૈઆ આપવા અથવા તેા રાજ્યે યાત્રાળુ પાસેથી રૂ. ૨ મુંડકાવેરા લેવેા. દશ વરસ પછી જો જરૂર પડશે તા બ્રિટીશ સરકાર વચ્ચે પડશે. આપ સર્વે જાણા છે કે અત્યાર સુધી આપણા તરફથી જે રકમ પાલીતાણા દરબારને મળતી તે ફક્ત રખાપાના બદલામાં મળતી. ડુંગર આપણા જ છે, તે ઉપર ખીન કાઈના હક્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org