________________
૩૨૦
શેઠ આઠ ક0ની પેઢીને ઇતિહાસ સ્થાનિક પ્રતિનિધિઓ તથા અગ્રણીઓની સભા આ પ્રમાણેને હુકમ જાણ્યા પછી જૈન સંઘ માટે તે હવે એક જ માર્ગ ખુલે રહેતા હતા અને તે યાત્રા બહિષ્કારની લડતને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાને. આ માટે સૌથી પહેલું કામ પેઢીએ જૈન સંધની મીટીંગ બોલાવીને શ્રીસંઘમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું હતું. આ માટે, તા. ૨૧–૯–૧૯૨૬ ના રોજ, નીચે મુજબ પત્ર લખીને, પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા બીજા જૈન સંભાવિત ગૃહસ્થની એક સભા, તા. ૨૭-૭–૧૯૨૬ ના રોજ, અમદાવાદમાં, બેલાવવામાં આવી હતી–
અમદાવાદ, તા. ૨૧-~૧૯૨૬. વિ. વિ. કે શ્રી શત્રુંજ્યના રખોપા સંબંધીને ચુકાદો આવી ગયો છે તે બાબત ઘણી જ મહત્વની અને ખાસ વિચાર કરવા લાયક હોઈ પેઢીના સ્થાનિક પ્રતિનિધિ સાહેબ તથા દેશના બીજા સંભાવિત ગૃહસ્થાની એક સભા શ્રી અમદાવાદ મુકામે તા. ૨૭–૭–૧૯૨૬, સંવત ૧૯૮૨ ના અશાડ વદ ૩ ને વાર મેના રોજ મળશે. આ સભામાં કેટલાક મહત્ત્વના સવાલને નિર્ણય કરવાને છે માટે આપ સાહેબ આ પ્રસંગ ઉપર જરૂર પધારશે. આપના તરફના જાણીતા ગૃહસ્થાને આમંત્રણો તે મોકલ્યાં છે છતાં કોઈ અજાણતા રહી ગયાં હોય તે તેમને આપની સાથે લાવવા વિનંતિ છે. એ જ, “(Sd.) B. G. K.
“(સહી) સારાભાઈ ડાહ્યાભાઈ (સહી) ચુનીલાલ ભગુભાઈ
વહીવટદાર-પ્રતિનિધિઓ” આ સભામાં પણ ત્રણ ઉપરાંત સગૃહસ્થોએ હાજરી આપી હતી અને આ પ્રસંગે સભાના પ્રમુખપદેથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ જે ભાષણ કર્યું હતું તે, પરિસ્થિતિની સચેટ રજૂઆત કરવા સાથે, જૈન સંધના વર્તમાન ધર્મ-કર્તવ્ય તરફ આંગળી ચીંધે એવું અને સંધની એકતા અને શક્તિમાં બળ પૂરે એવું હતું, એટલે એમનું એ આખું વક્તવ્ય અહીં રજૂ કરવું ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે–
પ્રમુખશ્રીનું વક્તવ્ય પ્રતિનિધિ સાહેબે અને બંધુઓ,
ગયા ડિસેમ્બર માસમાં આપ સૌ અત્રે પધારેલા ત્યારે ચાલુ સાલના માર્ચ માસની આખરે પૂરા થતા ચાલીસ વરસના રખેપા સંબંધી તેમ જ શ્રી શત્રુંજય ઉપરને આપણું હકસંરક્ષણ માટે આપણે વિચાર કરેલો. તે વખતે એવી સ્થિતિ હતી કે પાલીતાણા દરબારે પશ્ચિમ હિંદ સ્ટેટસના એજન્ટ ટુ ધી ગવરનર સાહેબને રખોપાના પૂરા થતા ઠરાવ સંબંધમાં અરજી કરેલી અને તે અરજીની નકલ, રીતસર આપણને, આપણે જવાબ વાળવાને માટે, આપવી જોઈએ તે આપવા એજન્ટ સાહેબે ના પાડેલી. તે ઉપરથી મુંબાઈ ઇલાકાના ગવર્નર સાહેબની મુલાકાત લેવામાં આવેલી અને આ બાબતમાં તેમની મદદ અને દિલસોજીથી હિંદુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડીંગ સાહેબને બધી વાતથી વાકેફ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ આપણું કાઉન્સેલ સર સેતલવાડ સાથે રાજકોટ મુકામે એજન્ટ સાહેબને મલી પાલીતાણા દરબારની અરજીની નકલ પૂરી પાડવાનું કહેવામાં આવતાં, કેઈ પણ પક્ષના હકને વાંધા સિવાય, નકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org