SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ ૦ ૩૦ની પેઢીના ઇતિહાસ વગેરે લત્તાઓમાં ફરીને પાંજરાપેાળ ખાતેના જઈનેાના લાલબાગમાં આવી પુગ્યું હતું. “ શ્રી શતરૂ ંજય તીરથને લગતા સવાલના સંબંધમાં જઈનાની દુભાયલી લાગણી જાહેર કરવા માટે તમામ જઈન ભાઈઓએ પોતાનું કામકાજ અંધ રાખી હડતાળ પાડી હતી એટલું જ નહીં પણ તેઓની તરફ સહાનુભુતી દેખાડવા માટે મુંબઈનાં જુદાં જુદાં વેપારી બજારાએ પણ પોતાનું કામકાજ બંધ રાખવાના અથવા ઘણાં જ અગત્યનાં કામકાજ માટે ફક્ત થોડા વખત જ તે ઉઘાડા રાખવાના ઠરાવ કર્યા હતા. ૩૪ ... ... “ માટી જાહેર સભા-સરઘસ જુદા જુદા લતામાં કરીને બરાબર નવ વાગે ભુલેશ્વર ઉપરના લાલબાગમાં આવી પુગ્યું હતુ. જ્યાં જઈનેાની એક મેટી સભા ભરવામાં આવી હતી. (શ્રી એધવજી ધનજી સેાલીસીટરના પ્રમુખપદે મળેલી સભામાં નીચે મુજબ ત્રણ) ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ... ... ... “ઠરાવ પહેલા—શ્રી મુંબઈના સમસ્ત જઈન બની આજની જાહેર સભા વેસ્ટન ઇંડીઓ સ્ટેટસ રાજકોટના એજટ ટુ ધી વરનર જનરલના પાલીતાણાની જાત્રા સંબધી કરેલા વચગાળાના હુકમ તરફ પોતાના સખત અણુગમા તથા વાંધા જાહેર કરે છે અને થયેલા અન્યાય માટે કરી વીચાર કરી જઈનેની લાગણીઓને સતાષવા વીનંતી કરે છે. ’’ Jain Education International “ ઠરાવ બીજોતા. ૧ લી એપ્રીલથી પાલીતાણે યાત્રાએ જનાર યાત્રાળુઓની ગણત્રી કરવાના જે અધીકાર નામદાર એ. જી. જી. સાહેબે નામદાર પાલીતાણા ઢાકાર સાહેબને આપેલ છે તે જઈન ક્રામના સ્વમાનને હીણું લગાડનાર તથા યાત્રાળુઓને હેરાનગતી પહેાંચાડનાર હૈાવાથી શ્રી મુંબઈના સમસ્ત જઈન બ་એની આ જાહેર સભા ઠરાવ કરે છે કે જ્યાં સુધી છેવટના સંતાષકારક નીરણય ન થાય ત્યાં સુધી પાલીતાણા યાત્રાએ જવાનું બંધ કરવું, ' ત્રીજો ઠરાવ આ ઠરાવની નકલ એજન્ટ ટુ ધી ગવરનર જનરલ તથા નામદાર વાઈસરાય ઉપર તથા શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી ઉપર માકલી આપવા સંબંધી હતા. તે પછી પોતાના છેવટના ભાષણમાં પ્રમુખશ્રીએ કહ્યુ` હતુ` કે— “ અત્યારે આવા કટોકટીના સમયમાં આણુંજી ( કલ્યાણુજી )ની પેઢી સામે કાઈ પણ ફરીઆદ કરવી જોઈએ નહી. હું અત્યારે સહુને ચેતવણી આપું છું કે પેઢીને કઢંગી સ્થીતીમાં મુકવામાં આવે તેવુ કાઈએ ખાલવુ જોઈએ નહી. પાલીતાણાની જાત્રા કરવી એ જઈનાના જન્મસીદ્ધ હક છે. ...હવે વખત એવા આવશે કે જ્યારે દરેક જઈન યુવક અને જઈન આગેવાને પેાતાના જન્મસીદ્ધ હકને માટે સત્યાગ્રહ કરી પાલીતાણાની જેલયાત્રાનેા અનુભવ લેવેા પડશે. ” ( પ્રમુખના ઉપસંહારનું આ કથન “ મુ`બઈ સમાચાર ” ઉપરાંત “ સાંજ વમાન”ના આધારે અહીં નોંધ્યુ છે. ) “ સાંજ વત માન ” મુંબઈના જૈન સ ́ધના વિરાધના આવા જ વિસ્તૃત અહેવાલ મુબઈના “ સાંજ વતમાન ” દૈનિકના તા. ૧–૪–૧૯૨૬ ના અંકમાં છપાયા હતા. એને અહી રજૂ કરીને આ બાબતનુ` પુનરાવર્તન કરવાની જરૂર નથી; પણ આ પ્રકરણ અંગે જૈન સંધને જાહેર જનતા અને વર્તમાનપત્રોએ પણ કેવા સાથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy