SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ પત્ર સાથે “રખપાના જરૂરી કાગળે” નામે જે પુસ્તિકા મેલવામાં આવી હતી, તેની અંગ્રેજી આવૃત્તિ પણ છપાવીને જરૂર લાગી ત્યાં મોકલવામાં આવી હતી. આ પુસ્તિકામાં રખેપાના ચારેય કરારે અક્ષરશઃ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે એને લગતે મુંબઈ સરકારને જરૂરી પત્રવ્યવહાર પણ આપવામાં આવ્યા હતા. પેઢી તરફથી લખવામાં આવેલ આ પત્રે ચતુર્વિધ શ્રીસંઘને આ બાબતમાં જાગ્રત કરવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું એમ કહેવું જોઈએ. આ પત્રના જવાબમાં શ્રમણ સમુદાય તથા જુદા જુદા ગૃહ તરફથી પિતપોતાના અભિપ્રાય લખી જણાવવામાં આવ્યા હતા. એમાં કેટલાક અભિપ્રાયોમાં, જે આ બાબતમાં માનભર્યું” અને સંતોષકારક સમાધાન ન થાય તે. શત્રુંજયની યાત્રાએ જવાનું બંધ કરવાનું પણ સૂચવવામાં આવ્યું હતું. યાત્રાત્યાગનું સૂચન પ. પૂ. પંન્યાસ શ્રી કેસરવિજયજી મહારાજે, રાણપુરથી લખેલા પત્રમાં, જણાવ્યું હતું કે, “કોઈ ઠાકોર સાહેબની દૃષ્ટિમાં અપ્રીતિરૂપ ન થયેલા હોય તેવા શાંત અને પ્રતિભાવાળા સાધુઓએ ઠાકોર સાહેબને રૂબરૂમાં મળીને તેમને સમજાવવા. તેમ છતાં ન સમજે તે એવો મજબુત પ્રતિબંધ કરવો કે કેઈ યાત્રાળુઓ યાત્રાથે પાલીતાણે ન જવું એ રૂપે ઠાકોર સાહેબની સાથે સંબંધ તેડી નાખવો.” એ જ રીતે સિરપુરથી, પ. પૂ. મુનિરાજ શ્રી માણેકમુનિએ, લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “જે તે કષ્ટ (પાલીતાણું રાજ્યની સામે થઈને અને શૂરવીર બનીને યાત્રા કરવાનું કષ્ટ ) સહન ન કરી શકે તે થોડો સમય યાત્રા મુલતવી રાખી ગીરનાર તળાજા જે શત્રુંજયની ટુંકે છે, ત્યાં જઈ તેમણે સંતોષ માનવો જોઈએ.” ગામ દેવાથી ૫૦ પૂ. મુનિરાજ શ્રી મયાસાગરજીએ લખ્યું હતું કે, “તેમ પણ ન બને તે બીજે રસ્ત પણ છે. શેઠ આણંદજી કલ્યાણજી થા નગરસેઠ કસ્તુરભાઈ મણિભાઈ તથા સરવે જૈન બંધુઓ વિગેરે સર્વની સંમંતી લેઈને, સર્વને એક મત હોય તે, અગર એકમત કરીને, શ્રી સીગુંજે જાત્રા કરવા જવાનું બંધ રાખવું. હાલ જાત્રાએ ન જાવું તે શ્રેયનું કારણ જણાઅ છે. જ્યા સુધી આ તકરારને ખેલાસે ન થાય ત્યાં સુધી જાત્રાનું બંધ રાખવું જોયે.” એ જ રીતે સેનગઢના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમવાળા પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે, સોનગઢથી તથા ૫૦ પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજે ધ્રાંગધ્રાથી પણ યાત્રાને ત્યાગ કરવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત શ્રી વીરચંદભાઈ ગેકુળદાસ ભગતે પણ યાત્રા-ત્યાગનું પગલું ભરવાનું સૂચન કર્યું હતું. શ્રીસંઘની સભા આ પછી દરબારશ્રીએ, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ પોતાની અરજી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને મોકલી હતી. આ બાબતમાં તા. ૨૫-૮-૧૯૨૫ ના પત્રના જવાબમાં જન સંધ તરફથી જે જે સૂચને મળ્યાં હતાં તે અંગે વિશેષ વિચાર કરીને જરૂરી નિર્ણય લેવા માટે તા. બીજી અને ત્રીજી જાન્યુઆરી, ૧૯૨૬ ના બે દિવસ દરમ્યાન પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy