________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
૨૩૩ તેનાં દૂરગામી પરિણામેનો વિચાર કરીને, વર્તમાનપત્રોમાં જાહેરાતો કે નિવેદન આપીને, તેમ જ બીજી રીતે વિચાર કરીને અને જૈન સંઘના અન્ય મોવડીઓને પણ સાથ લઈને, પેઢીએ એવું ચેતનવંતું વાતાવરણ ઊભું કર્યું હતું કે જેથી, આ પ્રશ્ન જૈન સંઘને માટે એક પ્રાણપ્રશ્ન બની ગયો હતો, અને તેથી આ પ્રશ્નની બાબતમાં સમગ્ર ચતુર્વિધ શ્રીસંઘમાં અજબ, દાખલારૂપ અને અપૂર્વ કહી શકાય એવી એકતા અને જાગૃતિ આવવા પામી હતી—જાણે જૈન સંઘે એક પવિત્ર ધર્મયુદ્ધ જ શરૂ કર્યું હતું ! એટલે એની સવિસ્તર માહિતી આ પુસ્તકમાં સચવાઈ રહે એ જરૂરી છે. તેથી આ પ્રકરણની પાદને પછી આપવામાં આવેલ “પુરવણી”માં એ રજૂ કરવામાં આવી છે.
એજન્સી તરફથી આપવામાં આવેલ મુદત પ્રમાણે, પાલીતણા રાજ્ય, તા. ૧૪-૯-૧૨૫ ના રેજ એજન્સીને કરેલી અરજીને જવાબ પેઢી તરફથી તા. ૨૫-૪-૧૯૨૬ સુધીમાં એજન્સીને આપી દેવાનો હતો. આ સમયમર્યાદાનું બરાબર પાલન થાય એ રીતે પેઢી તરફથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈની સહીથી, તા. ૨૩-૪-૧૯૨૬ ના રેજ, એજન્સીને જવાબ મેકલી આપવામાં આવ્યો હતે. આ જવાબ સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડે ઘડો હતે; અને એમાં જરૂરી મુદ્દાઓની વિસ્તારથી અને આધારભૂત રજૂઆત કરવામાં આવી હતી. આ બધી રજૂઆતને અંતે પેઢીએ જે માગણી કરી હતી, તેના મુખ્ય ત્રણ મુદ્દા આ પ્રમાણે તારવી શકાય છે–
(૧) સને ૧૮૮૬ ના કરારની ત્રીજી કલમ મુજબ, બંને પક્ષકારોને ખેપાની વાર્ષિક રકમમાં, અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી, ફેરફાર કરાવવાની માગણીને હક પ્રાપ્ત થતો હેવાથી મુંડકાવેરાની પ્રથાને સજીવન કરવાને કઈ અવકાશ રહેતું જ નથી, એટલે જે કઈ નક્કી કરવાનું રહે છે, તે રખોપાની વાર્ષિક ઊચક રકમમાં ફેરફાર કરવાનું જ.
(૨) રખોપાના કામકાજ માટે દરબારશ્રીને પહેલાં જે કંઈ ખર્ચ કરવું પડતું હતું તેમાં, બદલાયેલી પરિસ્થિતિમાં, નોંધપાત્ર ઘટાડો થયે છે, કારણ કે, રેલવે વગેરેની સગવડને કારણે, યાત્રિકની મુસાફરી સરળ અને જોખમ વગરની થઈ ગઈ છે. એટલે રૂ. ૧૫,૦૦૦ ની રકમમાં પણ ઘટાડો કરી શકાય એવી સ્થિતિ છે, એટલે એમ કરવાની અમે આપને વિનંતી કરીએ છીએ.
(૩) હવે પછી રખેપાની ચુકવણી માટે જે કંઈ ઊચક રકમ નક્કી કરવામાં આવે તે, અમુક વર્ષ પૂરતી મર્યાદિત ન રાખતાં, કાયમને માટે નક્કી કરવી, જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતના ઘર્ષણનું કારણ ઉપસ્થિત થવા ન પામે. ૧૫ - આ રીતે દરબારશ્રી તરફથી તથા પેઢી તરફથી પિલિટિકલ એજન્ટ મિ. સી. સી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org