________________
અને આ ગ્રંથમાં તપાસ કરતાં, એના ૫૬૮ મા પાનાની સામે આ છબી છપાયેલી જોવામાં આવી; સાથે સાથે આ ગ્રંથમાં આપવામાં આવેલ સખ્યાબંધ ચિત્રાની વિગતે માહિતી આપતા, ગ્રંથની શરૂઆતમાં આપવામાં આવેલ ચિત્ર-પરિચય ’” વિભાગના પૃ૦ ૧૨૭ માં આ ચિત્રના પરિચય આ પ્રમાણે આપવામાં આવેલ છે
“ આ ચિત્ર ‘ગુજરાતનું પાટનગર' એ પુસ્તકના પૃ. ૬૦૧ સામે પ્રથમ પ્રગટ થયું છે ને ત્યાં જણાવ્યું છે કે ‘ આ ચિત્ર નગરશેઠના વ'શજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસે વર્ષનું જૂનું દેખાય છે. કોઈ જૂના ચિત્રની નકલ હાય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહેલા છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મેટું કરવા જેવું છે, ' ’
જે ગ્રંથમાં, પૃ. ૬૦૧ ની સામે) ઉપરની નેધ સાથે આ ચિત્ર પહેલવહેલું પાયું હતું, એ ( ગ્રંથનું પૂરું નામ “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ ” એ પ્રમાણે છે. એના વિદ્વાન લેખક છે. શ્રો રત્નણિરાવ ભીમરાવ ખી. એ.; અને એ ગ્રંથ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તરફથી, ૫૪ વર્ષ પહેલાં–ઈસ્વીસન ૧૯૨૯ માં-પ્રગટ થયા હતા.
સને ૧૯૨૮ માં પ્રગટ થયેલ ગ્રંથમાં જ્યારે આ ચિત્ર બસે, વર્ષ જૂનું હેાવાનુ` કહેવામાં આવ્યું છે, ત્યારે અત્યારે તા એ અઢીસા વર્ષી કરતાંય વધુ જૂનુ થયું કહેવાય. વળી આ ચિત્ર માટે, ઉપરની નોંધમાં જણાવ્યા પ્રમાણે, “ધાઈ જૂના ચિત્રની નકલ હેાય એમ લાગે છે” એમ કહેવામાં આવ્યું છે, એને અં એ જૂના ચિત્રને સમય, લગભગ વિ. સ. ૧૭૧૫ માં સ્વર્ગીવાસ પામેલ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને વિ. સ. ૧૭૨૧ માં કાળધર્મ પામેલ આચાર્યશ્રી રાજસાગરસૂરિજીની હયાતીના સમયને સ્પશી જાય છે. પણ આ જૂના ચિત્ર સંબધી કે એને લગતી આધારભૂત માહિતી ખીજે કયાંકથી મળી ન આવે ત્યાં સુધી આમાં વાસ્તવિક સ્થિતિ કે તથ્ય શું હશે તે નિશ્ચિત રૂપે કહેવું તા દૂર રહ્યું, પણ એનું અનુમાન કરવું પણ શકય નથી લાગતું, એટલે આ અંગે જે કઈ વિચારણા કરી શકાય એમ છે, તે અત્યારે આપણી સામે વિદ્યમાન ચિત્રને ધ્યાનમાં રાખીને જ કરવી ઉચિત છે.
“ ગૂજરાતનું પાટનગર અમદાવાદ” ગ્રંથમાં આ ચિત્ર અંગ ઉપર પ્રમાણે નોંધ વાંચ્યા પછી એ ઉપાશ્રય અને એ ચિત્ર સબંધી તપાસ કરતાં, ઝવેરીવાડમાં વાધણુપાળમાં, અત્યારે જ્યાં આયખિલ શાળા ચાલે છે, તે ઉપાશ્રય ઉપર–એની બહારની દીવાલ ઉપર-એક આરસની તકતી લગાવેલી અત્યારે પણ મેાજૂદ છે, અને એમાં “ શ્રી સાગરગથ્થુ ઉપાશ્રય અમદાવાદ ” એવું લખાણ મૂકેલ છે. અને નગરશેઠના વંશજો સાગરગચ્છની શ્રદ્દા ધરાવતા હતા, એટલે એમની દેખરેખ નીચે ચાલતા ઉપાશ્રય આ જ હતા એ નિશ્ચિત છે.
૩૧ વર્ષ પહેલાં તા. ૧૭–૪–૧૯૫૨ ના રાજ ), આ ઉપાશ્રયના વહીવટ સંભાળતી નગરશેઠના વશજોની કમીટીએ ઠરાવ કરીને, આ ઉપાશ્રયનુ` મકાન આયખિલ શાળાને માટે ભેટ આપી દીધું હતું; એટલે તે પછી આ મકાનમાં, આયંબિલ શાળાને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મકાનમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીના આ ચિત્રની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ ચિત્રની ખરાખર સાચવણી થાય એ માટે એને થાંભલા ઉપરથી કાઢી લઈને મફાનની પાછલી દીવાલ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org