________________
૧૦૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ૧૬૪, ૧૯૮. આમાં ૧૪૯મા પાન, જર્મમાં બીજા ખાતાના પેટમાં પેઢીનું નામ અને ઉધારમાં પેઢીના નામનું ખાતું-એમ બન્ને પ્રકાર જોવા મળે છે. - પાલીતાણાના ચેપડાના બે નંબરના પિટલામાંનો એક નબર પડે વિ. સં. ૧૭૯૧ની સાલને રોજમેળ છે. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામે રકમો જમે તથા ઉધાર કરેલી મળે છે. ઉપરાંત, આ ચોપડાના છેલ્લા પાને અમુક કડિયાએ શ્રી શત્રુંજય તીર્થમાં કંઈક કામ કરી આપવાનું રાખેલું, તેના કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીનું, શેઠ મલુકચંદ કસ્તુરચંદનું તથા શા મીઠા વિઠલદાસનું નામ આવે છે.
એક સવાલ : આ પિટલામાંનો બે નંબરને ચોપડે વિસં. ૧૭૯૧ના એક નંબરના ચેપડાની ખાતાવહીન છે. એના પહેલા પાને આ ચેપ શ્રી સિદ્ધાચળજીના કારખાનાને હોવાનું લખ્યું છે. આ ચોપડાને ૩૧૫મા પાને “શેઠજી અણદજી કલણજી સુરત શ્રી ” નામના ખાતામાં કેટલીક રકમની નેંધ કરેલી છે. આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, શું સુરતમાં આ નામની પેઢી હશે અથવા અમદાવાદની પેઢીની સુરતમાં શાખા હશે?
વળી, પહેલા પિટલામાને ૮ નંબરને ચેપડો વિ. સં. ૧૭૯૦ની ખાતાવહી હોવાનું લખ્યું છે. આ ચોપડામાં પણ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, એના ૬૬માં પાને એક ખાતું “શેઠ આણંદજી કલણજી” ના નામનું અને બીજું ખાતું “બાબત શ્રી સુરતનું શેઠ આણંદજી કલણ” એ નામનું છે. આ ઉપરથી સહેજે સવાલ થાય છે કે, શું એ વખતે સુરતમાં આ નામની કઈ સંઘની પેઢી હશે? આ સવાલને ખુલાસો મેળવવા સુરત પત્ર લખીને કેટલીક પૂછપરછ કરી હતી, પણ ત્યાંથી કશે ખુલાસે મેળવી શકાયો નથી.
પાલીતાણુને વહીવટ કયા નામથી ચાલતો હતો? આ અરસામાં એટલે કે વિક્રમની અઢારમી સદીનાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષ દરમિયાન શ્રી શત્રુંજય તીર્થને કારોબાર પાલીતાણામાં કયા નામથી ચાલતું હશે?–એના ખુલાસાપે જે જૂનામાં જૂની માહિતી પેઢીને દફતરમાંથી મળે છે, તે પાલીતાણાના ચોપડાના એક નબરના પિોટલામાં જ સચવાયેલી છે, જે આ પ્રમાણે છે – - આ પિટલામાંનો પાંચમા નંબરનો ચોપડે વિ. સ. ૧૭૮૮ અને ૧૭૮નો આવરો છે. આ ચેપડાને પહેલા પાને આ ચેપડે કોને છે, એ અંગે લખ્યું છે કે-સંવત ૧૭૮૮ના વરખે સરવણ સુદ ૫, વરાશને, શ્રી સીધાચલજીની ચાપડી કરખનની.” વળી એના ૮૫માં પાને, જ્યાં વિ. સં. ૧૭૮૯ની સાલ શરૂ થાય છે ત્યાં પણ, આ ચોપડો કેને છે તે માટે આ પ્રમાણે લખાણ મૂકવામાં આવ્યું છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org