________________
- ૧૦૬
શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ ઉપર સૂચવ્યું તેમ, પેઢી પાસે અઢીસો વર્ષના જે હિસાબી ચોપડા સચવાયેલા છે, તેમાં સૌથી જૂને ચેપડે પાલીતાણાના પોટલા નં. ૧ માં ૧ નંબરને ચે પડે છે; અને તે ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતી પાલીતાણાની પેઢીને અર્થાત્ કારખાનાને છે, એમ એના ઉપર ચડેલ ચિઠ્ઠી ઉપરથી જાણી શકાય છે. તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીને શ્રીસંઘ મોટે ભાગે, કારખાનાના નામથી ઓળખે છે, તે સુવિદિત છે અને આ પ્રથા આજે પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. આ ચેપડે વિ. સં. ૧૭૭૭ તથા ૭૮ ની સાલને રોજમેળ છે; અને એનાં ૭૪ થી ૨૧૩ સુધીનાં પાનાં જ બચ્યાં છે. અને એમાં વિ. સં. ૧૭૭૭ના માહ સુદિ ૧૫ થી વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧ સુધીનું તથા પાના ૨૦૫ થી વિ. સં. ૧૯૭૮ ના અષાડ સુદિ ૨ થી (પાના ૨૧૩ સુધીમાં) વિ. સં. ૧૭૭૮ ના અષાડ સુદિ ૯ સુધીનું નામું લખવામાં આવ્યું છે. આ ચોપડામાં નેધ્યા મુજબ, એ વખતમાં, નવું વર્ષ કારતક સુદિ ૧ થી નહીં પણ અષાડ સુદિ બીજથી શરૂ કરવામાં આવતું હતું, એમ જાણવા મળે છે.*
આ એક નંબરના પિટલામાં બે નંબરનો ચોપડે વિ. સં. ૧૭૮૧થી ૧૭૮૪ સુધીના આવરાને છે. એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામે કઈ રકમ જમે કે ઉધાર કરેલી જેવા ન મળી, પણ એ ચેપડા ઉપર, એની ઓળખાણ માટે, જે ચિઠ્ઠી ચાડવામાં આવેલ છે, એના ઉપર ઝીણુ અક્ષરમાં “શેઠ આણંદજી કલ્યાણજી” એવું નામ લખેલું છે. આ અક્ષરે, આ ચેપડામાંના અક્ષરેથી તેમ જ તે વખતના ચાલુ અક્ષરોથી મોડમાં જુદા પડે છે, અને પાછળના સમયના હોય એમ લાગે છે. આમ છતાં આ ચિઠ્ઠીમાંના પેઢીના નામનું સૂચન કરતા લખાણ ઉપરથી તેમ જ ખાસ કરીને ચોપડાઓની વર્ષવાર અને શાખાવાર યાદી જે રજિસ્ટરમાં આપવામાં આવી છે, તે ઉપરથી પણ આ પડે પાલીતાણાને છે એમ નક્કી થઈ શકે છે.
સૌથી જૂનો પુરાવો આ પિટલામાંને ૩ નંબરને ચોપડા વિ. સં. ૧૭૮૭ની સાલનો રોજમેળ છે. પણ એનાં ૮૬ થી ૯૭ અને ૧૮ ૬ થી ૧૯૭ સુધીનાં પાનાં જ સચવાયાં છે; તે સિવાય નાં પાનાં ગૂમ થઈ ગયાં છે. પણ આ રીતે અધૂરા સચવાયેલ ચેપડાના ૮૬, ૮૮, ૯૦, ૯૯ તથા ૧૯૪ –એ પાનાંઓમાં “શેઠ આણંદજી કલણ” ના નામે રકમ જમે કે ઉધાર કરેલી જોવામાં આવે છે. આ રીતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ સૌથી પહેલાં આ ચેપડામાં નેધેલું મળે છે.
આ પિોટલામાંને ૪ નંબરને ચોપડે વિસં. ૧૭૮૭ની સાલનો આવરે છે; અને એમાં પણ અનેક પાનાંઓમાં “શેઠ આણંદજી કલાણ”ના નામે રકમ જમે કે
Jain Education International
For Private & Personal Use Only
-
WWW.jainelibrary.org