SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાને નામ વગેરે અંગે માહિતી મેળવવાને પ્રયાસ કરતાં, કેટલીક જાણકારી આ પ્રમાણે મળી છે; બાબૂ શ્રી વિજયસિંહજી નાહર પૂર્વ ભારતના અને કલકત્તાના જૈન સંઘના અત્યારે એક વગદાર અને બાહોશ અગ્રણી ગણાય છે; અને તેઓ આપણે દેશના સક્રિય રાજકારણમાં પણ પૂરો રસ ધરાવે છે. એમના પિતા સદ્ગત બાબું પૂરણચંદજી નાહર જૈન ઇતિહાસ અને પુરાતત્વના અભ્યાસી હતા અને એમણે પુરાતન સામગ્રીને ઘણે મોટો સંગ્રહ કર્યો હતો, અને જૈન શિલાલેખ સંગ્રહના ત્રણ મોટા ગ્રંથનું સંપાદન પણ કર્યું હતું. તેમના પિતાનું નામ બાબૂ સીતાબચંદજી નાહર હતું. બાબુ સીતાબચંદજીના પિતા તે બાબૂ ગુલાબચંદજી નાહર; અને બાબૂ ગુલાબચંદજીના પિતાનું નામ હતું બાબુ ઉત્તમચંદ્રજી નાહર. આ રીતે બાબૂ ઉત્તમચંદજી નાહર બાબૂ સીતાબચંદજી નાહરના દાદા થાય, કે જેમના નામથી શત્રુંજયની તલાટીમાં ભાતું આપવાની શરૂઆત થઈ હતી. આ અંગે બાબૂ શ્રી વિજયસિંહજી નાહરનું કહેવું એવું છે કે, બાબુ ઉત્તમચંદજી નાહર માત્ર સત્તર વર્ષ જેટલી નાની ઉંમરે જ ગુજરી ગયા હતા, અને ગિરિરાજ શત્રુંજયની યાત્રા પણ એમણે ભાગ્યે જ કરી હશે. તેથી આ ભાતાની શરૂઆત એમનાં ધર્માનુરાગી ધર્મપત્ની શ્રી મયાકુંવરે કરાવીને એની સાથે એમના સ્વર્ગસ્થ પતિ બાબુ ઉત્તમચંદજી નાહરનું નામ જોડાવ્યું હોવું જોઈએ. (બાબું ઉત્તમચંદજીના પિતાનું નામ બાબૂ ખગસિંહ હતું. બાબુ ઉત્તમચંદજીના પત્નીએ બાબૂ ગુલાબચંદજી નાહરને અને બાબૂ ગુલાબચંદજીનાં પત્નીએ રાયબાબૂ સીતાપચંદજી નાહરને દત્તક લીધા હતા. આ નાહર કુટુંબનું વતન અજિમગંજ હતું.) આના અનુસંધાનમાં નીચેની હકીકત જાણવી ઉપયોગી થઈ પડશે— (૧) બાબુ ઉત્તમચંદજી નાહરનાં ધર્મપત્ની શ્રી મયાકુંવર અજીમગંજના શ્રી સુમતિનાથ જિનાલયની, વિ. સં. ૧૯૧૩ના વૈશાખ સુદિ પાંચમે, પ્રતિષ્ઠા કરાવી હતી. (૨) એ જ વર્ષમાં, જેઠ વદિ ૧૧ના દિવસે, એમણે ગિરિરાજ શત્રુંજય ઉપર, દાદાના જિનપ્રાસાદના ઉપરના મજલે. જિનપ્રતિમા પધરાવી હતી. આ બંને પ્રતિકાઓના લેખે બાબું પૂરણચંદુજી નાહરના “જૈન લેખ સંગ્રહ”ના પહેલા ભાગના પૃ૦ ૧માં તથા પૃ૦ ૧૬૪માં (લેખ નં. ૬૯૯) છપાયેલ છે. (૩) પાલીતાણામાં જે ધર્મશાળા “ નાહર બિલ્ડિંગ”ના નામથી જાણીતી છે, તે રાયબાબુ સીતાબચંદજી નાહરે ઈસ્વી સન ૧૯૧૧ (વિ. સં. ૧૯૬૭)માં બંધાવી હતી. ૨૯. આ પ્રતિષ્ઠા-મહોત્સવને સવિસ્તર અને સચિત્ર અહેવાલ “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલા પ્રતિષ્ઠાને અહેવાલ” નામે આ પુસ્તકના લેખકે લખેલ છે; અને તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. તેની કિંમત પંદર રૂપિયા છે. 30. The road from Palithana to the foot of the mount is through an avenue of noble Burr trees, affording a sanctified shade to the vast concourse which flocks to worship (p. 281 ). ... ... We now approached the holy of holies, by a considerable flight of steps, leading through an archway, called the portal of Pundaric, which brought us in front of the shrine of Adnath (p. 284 ). .... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy