SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર જ્યારે શ્રેષ્ઠી સમરાશાએ કરાવેલ શત્રુંજય ગિરિરાજના ઉદ્ધારની જ સંવત, તિથિ અને વારવાળા અને એમના પિતાના તથા એમના કુટુંબીઓના નામોલ્લેખ ધરાવતા આવા ત્રણ પ્રતિમાલેખે મળતા હોય, ત્યારે એવી કલ્પના કરવી કે એવું અનુમાન કરવું ન તો અસ્થાને ગણુય કે ન તો નિરાધાર ગણાય કે, આ પ્રતિષ્ઠાને શિલાલેખ પણ છેતરાવીને યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યું હશે; પણ ગમે તે કારણે તે સુરક્ષિત નહીં રહી શક્યો હોય. વળી આ સ્થાને અહીં એ જાણવું પણ ઉપયોગી થઈ પડશે કે, ઉપર સૂચવેલ ૩૬મા લેખ પછી ૩૭મે લેખ આ જ ગ્રંથમાં આ પ્રમાણે આપવામાં આવેલ છે (૩૭) संवत् १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ संघपति देसलसुत सा० समरासमरश्रीयुग्मं सा० सालिग सा० सज्जनसिंहाभ्यां कारितं प्रतिष्ठितं श्रीककसरिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः । शुभं भवतु । (प्राचीनगूर्जरकाव्यसंग्रह) આ લેખ ઉપરથી એમ જાણી શકાય છે કે, શ્રેષ્ઠી સમરાશાએ વિસં. ૧૩૭૧માં કરેલ શ્રી શત્રુંજય મહાતીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા પછી, ૪૩ વર્ષ, વિ. સં. ૧૪૧૪ના વૈશાખ વદિ ૧૦ ને ગુરૂવારના રોજ, સમરાશાના પુત્રો સાલિગ અને સજ્જનસિંહે પિતાના પિતા સમરાશા અને પિતાની માતા સમરશ્રીની મૂર્તિ શત્રુંજય ગિરિ ઉપર મુકાવી હતી. આ ચારે પ્રતિમાલેખે, દેશળશા અને સમરાશાના અસ્તિત્વ સંબંધી, ઉપર સૂચવ્યું તેમ, શિલાલેખી પુરાવા પૂરા પાડે છે, એ સ્પષ્ટ છે. પુરાતન પ્રબંધ સંગ્રહ” (પૃ. ૬૪)માં સચવાયેલ આ કથાને ભાવ આ પ્રમાણે છે– એક વાર મંત્રીશ્વર વસ્તુપાળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયેલા. ત્યાં તીર્થની વ્યવસ્થાની તપાસ કરતાં એમના જાણવામાં આવ્યું કે, અહીંના વહીવટમાં દેવદ્રવ્ય ખવાઈ જાય છે. આથી તીર્થની ઘણું આશાતના થાય છે અને સંઘ બહુ મોટા દેષમાં પડે છે, માટે આને કંઈક બંદેબસ્ત કરવો જોઈએ. ધોળકા આવીને મંત્રીશ્વરે પોતાની આ ચિંતા પિતાના ગુર આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી તથા ઉદયપ્રભસૂરિજીને કરી અને આ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સંપવા માટે એક તપસ્વી, વેરાગી, વૃદ્ધ મુનિવરની પસંદગી કરી અને એમને શ્રી શત્રુંજય ગિરિના વહીવટની દેખરેખ રાખવા માટે પાલીતાણા જવાની આજ્ઞા કરવાની આચાર્યશ્રીને વિનંતી કરી. આ વયોવૃદ્ધ મનિવરની અંતરની ઈછા તો, સંયમની નિર્મળ આરાધનાને માર્ગ છોડીને. આવી વહીવટી જવાબદારી લેવાની ન હતી; પણ છેવટે, ગુરુની આજ્ઞા શિરે ચડાવીને, તેઓ પાલીતાણ ગયા અને ગિરિરાજના વહીવટની ખૂબ ચીવટથી દેખભાળ કરવા લાગ્યા. આને લીધે પેલા માથાભારે ગુમાસ્તાઓ દેવદ્રવ્યનું ભક્ષણ કરતા હતા તે બંધ થઈ ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy