SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદ શેઠ આકની પેઢીના ઇતિહાસ મદિરાનાં વધારે સ્થાપત્યેાથી શાભાયમાન બન્યુ હતુ, તેમ એ ગિરિવરનુ` વધારે ઊંચુ ખીજુ` શિખર. નવ ટૂંકામાંનાં નાનાં-મોટાં સેકડો જિનમદિરાથી ખૂબ સમૃદ્ધ બન્યું તે પણુ આ સમય દરમ્યાન જ. આમાંના કેટલાક જિનપ્રાસાદો તે ગગનચૂમી અને શિલ્પસ્થાપત્ય-કળાના ઉત્તમ નમૂનારૂપ બનેલા છે. વળી, ગિરિરાજનાં આ બે શિખરા વચ્ચે આવેલી અને કુંતાસરને નામે ઓળખાતી ઊડી ખાઈને પૂરીને એના ઉપર માતીશા શેઠે ખૂબ વિશાળ અને મનમાહક ટ્રકની રચના કરાવી હતી. આ. ટૂંક શ્રી માતીશા શેઠે તથા એમની સાથે સબંધ ધરાવતી જુદી જુદી ધર્મ ભાવનાશીલ વ્યક્તિઆએ મળીને બનાવેલ નાનાં-મોટાં સેાળ જિનાલયેા તેમ જ ૧૨૩ જેટલી દેરીઓથી ખૂબ રમણીય અને સમૃદ્ધ ખનેલી છે. આ ટૂંકની રચના પણ ગિરિવરના વિકાસના આ ત્રીજા યુગ દરમ્યાન જ થયેલ છે. મૂર્તિ આનું ઉત્થાપન અને પુન:સ્થાપન જ્યારે જુદાં જુદાં ગામાના સ`ઘેાએ પાલીતાણામાં ભેગા થઈને, ઉપર (પૃ૦ ૬૪માં) સૂચવવામાં આવ્યુ છે તેમ, હાથીપાળની અંદર નવીન દેરુ કે ઘેરી ખનાવવા સામે પ્રતિબ’ધ મૂકયો, ત્યારે પણ શ્રીસંઘની ભાવના તેા હાથીપાળમાં, દેરું કે દેરી ન બનાવી શકાય તે છેવટે, એકાદ નાની-માટી જિનપ્રતિમાને પધરાવવાની તા રહેતી જ હતી. અને આ ભાવના સફળ બનાવવાના પ્રયાસરૂપે, દાદાની ટૂંકમાં જ્યાં કચાંય પણ ખાલી જગ્યા દેખાઈ ત્યાં, આશાતના થવાના કે શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવાના વિચાર કર્યા વગર, ઠેર ઠેર સેંકડો જિનપ્રતિમાએ પધરાવવામાં આવી હતી. આમ થવાને લીધે, આશાતના તેમ જ શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવા ઉપરાંત, દાદાની ટૂંકની મનેાહરતામાં પણ ખામી આવી જવા પામી હતી. આ ખામીને દૂર કરવાની દૂરદેશી વાપરીને, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા, વિ॰ સં૦ ૨૦૨૦-૨૧ની સાલમાં, દાદાની ટ્રકમાંથી નાની-મોટી ૫૦૦ કરતાં પણ વધુ જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરાવવામાં આવ્યું હતું. આ પ્રતિમાઓને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે દાદાની મુખ્ય ટ્રકમાં-રતનપાળમાં જ, એ-ખારાના નામે ઓળખાતા વિશાળ પ્રાંગણમાં, એકાવન દેરીએ તથા મુખ્ય દેરાસર મળીને કુલ બાવન જિનાલય ધરાવતા એક સુંદર નૂતન જિનપ્રાસાદની રચના કરવામાં આવી હતી. અને એમાં તથા નવા આદીશ્વરજી, સીમંધરસ્વામીજી, પુ'ડરીકસ્વામીજી, ગાંધારિયા ચામુખજી તેમ જ દાદાના દેરાસર ઉપરના ભાગેામાં—એમ જુદે જુદે સ્થાને મળીને, કુલ ૫૦૪ જેટલી જિનપ્રતિમાઓની ફી પ્રતિષ્ઠા, વિ॰ સ૦ ૨૦૩૨ના માહ શુદિ સાતમ, તા. ૭–૨–૧૯૭૬ ને શનિવારના રાજ, મેાટા ઉત્સવ સાથે કરવામાં આવી હતી.૨૮ આ રીતે દાદાની ટૂકમાંથી આ પ્રતિમાનુ ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનામાં બિરાજમાન ફરવાથી, દાદાના મુખ્ય દેરાસરનું પ્રાચીન શિલ્પ પ્રગટ્ થવાને કારણે તેમ જ કેટલાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy