________________
કિર
- અને કાયા તે જાણે મહારી સુગંધને પુંજ બની ગઈ. આત્માની સૌરભના જાણે એ મંગળ એંધાણે હતાં!
વીર વર્ધમાને અલિપ્ત ભાવે, કાથાની માયા વિસારીને, સ્વજનેને સંતુષ્ટ થવા દીધા, એમની ભક્તિનાં બહુમાન કર્યા.
પછી દીક્ષાયાત્રા નીકળી અને સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મહાવીરે સર્વ વસ્ત્ર અને આભૂષણોને ત્યાગ કર્યો. અને ત્યાગી-સંચમીનું જીવનવ્રત સ્વીકારીને એ સાવ એકાકી ચાલી નીકળ્યા. - સ્વજન કેઈ સાથે ન આવી શક્યા—સૌ આંસુભીની આંખે એ ભેગીની વસમી વિદાયને વધાવી રહ્યા.
વસ્ત્ર, આભૂષણ અને સ્વજને બધાંય પાછળ રહી ગયાં, પણું શરીરને વળગેલ વિલેપન અને અંતિમ અભિપેકની સૌરભ બિચારી કેવી રીતે છૂટી શકે?
એ સાથે આવી અને ભગવાનને માટે જાણે આક્તને નેતરી લાવી : ચારચાર મહિનાઓ લગી એ ભભકભરી સૌરભના પ્રેર્યા ભમરાઓ અને બીજાં જંતુઓ ભગવાનની કાયાને ડંખ આપતાં રહ્યાં!
અને આવી ઊંચી સુગંધના ધારકને જોઈને યૌવનમાં મદમાતાં નરનારી અચરજમાં પડી જતાં અને ભગવાનને કંઈ કંઈ પરેશાનીઓ અને પૃચ્છાઓ કરવા લાગતાં.
પણ એમાં બિચારી સૌરભ શું કરે? . પ્રભુ તે એ બધા પ્રત્યે સાવ ઉદાસીન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org