SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિના વાડ્મયવિધાયકાને પણ તીર્થકરેનાં અને ગણધરનાં જીવનમાંથી અને તદ્વિશ્યક ગ્રન્થમાંથી સામગ્રી સાંપડી છે. પણ જૈન પરંપરામાં બીજી અનેક કથાઓ જેટલા પ્રમાણમાં મળે છે, એટલી અન્ય પરંપરામાં કદાચ નહિ મળતી હોય. આ કથાઓ તે દષ્ટાન્તકથાઓ નથી, ઉપાખ્યાને નથી, પણ મહાવીર સ્વામીના ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા રાજવીઓની, રાણીઓની, શ્રેષ્ઠીઓની, સામાન્ય જનની અને રૂપજીવીઓની પણ સત્યકથાઓ છે. મહાવીરસ્વામીના ત્યાગે, તપશ્ચરણે, કારુણ્ય અને જ્ઞાને કેટકેટલાને પ્રભાવિત કર્યા હતા એનું પ્રમાણ આપનારી આ કથાઓ છે. આ મને જૈન પરંપરાની વિશિષ્ટતા લાગે છે. આવી વિપુલ કથાસમૃદ્ધિ લભ્ય છે તેથી શ્રી ભિખુ, શ્રી રતિલાલ દેસાઈ વગેરે અનેકોને એ કથાઓને વાચકે સમક્ષ મૂકવાની અનુકૂળતા અને એને અકર્ષક રૂપે રજૂ કરવાની પ્રેરણું મળ્યા કરી છે. આ કથાસમૃદ્ધિમાંનાં બે હિતાવહ તો આજની વિશ્વપરિસ્થિતિના સંદર્ભમાં મુખ્ય મહત્વનાં છેઃ જૈનદર્શનના અનેકાંતિકવાદમાં રહેલી પરમસહિષ્ણુતાની ઉદાર દષ્ટિ; અને પૃથ્વી ઉપર પ્રભુત્વ પાશવી બળથી શાશ્વત કરી શકાતું નથી–એ સૈદ્ધાતિક ભાવના જ નહીં પણ, અનુભવસમર્થિત પ્રતીતિ. જેમાં “માનવતાના સદ્ગુણેની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે” એવી આ કથાઓનું સ્વાગત કરું છું તા. ૬-૮-૧૯૬૧ ) ગોપાળ ભવન, ટાગોર રોડ સોટાદુઝ, મુંબઈ ૫૪ છે. રામપ્રસાદ છે, બક્ષી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy