SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈનધમ ચિત્તન • ત્યાગ કરવા એ જ ઉચિત છે અને ધ્યાન દ્વારા પેાતાની એ પ્રજ્ઞાને પ્રક સાધીને કૃતકૃત્ય થવુ, એ જ એનું નિર્વાણુ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરે જ્યારે આત્મવિજ્ઞાનના વિસ્તારથી નિર્વાણુના માર્ગો બતાવ્યા ત્યારે ભગવાન બુદ્ધે આત્મવિજ્ઞા-નના સ'કાચથી નિર્વાણુ માન્યું. જાતિનેા નહી' પણ તપસ્યાના મહિમા આ આધ્યામિક દૃષ્ટિને લીધે જ બુદ્ધ અને મહાવીર–બન્ને મહાપુરુષાએ પોતાના સમયમાં બ્રાહ્મણ, યતિ, ભિક્ષુ, જરી, મુ’ડી, યજ્ઞ, જાતિ, ભાષા, તી, સ્નાન વગેરે શબ્દોના જે અર્થ જનતામાં પ્રચલિત હતા તેને બદલી નાખ્યા. જૂના શબ્દોના ઉપયાગ કરીને જ એમણે એમના આધ્યામિક દૃષ્ટિએ નવા અથ કર્યાં. આનું પરિણામ એ આવ્યું કે એક ચાંડાલ જાતિના જૈન ભિક્ષુ, ભિક્ષાને કે માટે, બ્રાહ્મણોના યજ્ઞમાં જઈને એમને યજ્ઞના આધ્યામિક અથ સમજાવવામાં સફળ થાય છે. જ્યારે બ્રાહ્મણેાએ કહ્યું કે દાનને માટે સુપાત્ર બ્રાહ્મણુ જ છે, ત્યારે એ ચાંડાલ શ્રમણે તરત જ જવાબ આપ્યા કે તમે કહ્યું એ તે ઠીક છે; પણ શુ જે ક્રોધી છે, પરિગ્રહી છે, જૂટામેાલા છે, ચાર છે, અબ્રહ્મચારી છે, એ બ્રાહ્મણ કહેવાય કે તેએ કે જેઓ આવાં કુકૃત્યથી વિરત છે તે? જેમણે પોપટની જેમ વેદોને ગેાખી રાખ્યા છે તેએ બ્રાહ્મણ છે કે જેમણે શાસ્ત્રની - સારભૂત વાતાને પેાતાના જીવનમાં ઉતારી છે તે બ્રાહ્મણ છે? એ બ્રાહ્મણો શરમાઈ જાય છે અને એ ચાંડાલનું શરણ સ્વીકારે છે અને એકાએક એલી ઊઠે છે કે દુનિયામાં છેવટે તપસ્યાને જ મહિમા છે; જાતિનું કેાઈ મહત્ત્વ નથી. આત્મદ્રુમન : સુખના સાચા માગ ભગવાન મહાવીરે સુખના સાચા મા દર્શાવતાં કહ્યું કે ખીજા- એનું દમન કરવાને બદલે પહેલાં પેાતાની જાતનું જ દમન કરે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy