SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃતિનો સંદેશ આજે આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તે તરત જ આપણને એ વિચાર આવે છે કે આપણે આ પ્રવૃત્તિનું ફળ શું આવશે, બીજા લોકો આપણને શું કહેશે વગેરે. પણ આદિ માનવની સામે આ સવાલ ન હતો; એને તો કેવળ પિતાનું અસ્તિત્વ જ ટકાવી રાખવું હતું. એની સામે હિંસા કે અહિંસાને સવાલ જ ન હતો. પણ જેમ જેમ સમય વીતતો ગયે, માનવી કંઈક સભ્ય-સંસ્કારી બનતો ગયો, અને એણે પોતાના સમાજની રચના કરી ત્યારે એ આ બાબતનો વિચાર કરવા લાગ્યો. ધર્મ અને શાસ્ત્ર એ વખતે માનવીની સામે ન તો ધર્મને સવાલ હતો કે ન તો શાસ્ત્રોનો; ત્યારે તો એની સામે એકમાત્ર સવાલ હતો પોતાના સુખનો. એ સુખ પણ, પોતાની આસપાસના સમાજમાં એક જાતની વ્યવસ્થા ન હોય તો, મળી શકે એમ ન હતું. એણે જોયું કે આ માટે એને કેટલીક બાબતો તજવી જ પડશે, અને કેટલીક અપનાવવી પડશે. એણે પિતાના ભલાની ખાતર જેને સ્વીકાર કર્યો એ જ ધર્મ બની ગયો. અને એ સારી બાબતોની, સાચા નિયમોની જે પરંપરા ચાલી એનાથી શાસ્ત્રો બન્યાં. એટલા માટે જ એ જમાનાનાં શાસ્ત્રોમાં ભૌતિક સુખ-સાધનોનું વર્ણન વિશેષ જોવામાં આવે છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy