________________
પ્રાસંગિક
ગમ્મત સાથે જ્ઞાન માટે કે કેવળ વિનોદ ખાતર પણ વાર્તાઓ વાંચવી જાબાલગોપાલ સૌને ગમે છે; એટલે એવું સાહિત્ય પ્રગટ કરવાનું વિશેષ મન થાય એ સ્વાભાવિક છે. પણ અત્યારનો સમય કંઈક સાંસ્કૃતિક સંકટ કે નૈતિક મૂલ્યોની અધોગતિનો કાળ હેય, એમ લાગે છે. એટલે માનવીને જીવન તરફ નજર કરવા, વિચારેને ઉન્નત બનાવવા અને પિતાની જાત કરતાં જનકલ્યાણની ભાવના તરફ વિશેષ ધ્યાન આપવા પ્રેરે એવું સાહિત્ય જનસમૂહને આપવામાં આવે તે બહુ જરૂરી છે. તેથી, આ સાંસ્કૃતિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ પુસ્તકમાળામાં, કથા-વાર્તાનાં પુસ્તકો ઉપરાંત, અવારનવાર ધર્મ-તત્ત્વજ્ઞાનને લગતાં સરળ અને રોચક પુસ્તકો પણ પ્રગટ કરવાનો ક્રમ પહેલેથી જ સ્વીકારવામાં આવ્યો છે.
આ પુસ્તકમાળાનું પહેલું પુસ્તક પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીનું “ચાર તીર્થકર” આવું જ પુસ્તક હતું; એથું પુસ્તક પૂજ્ય પંડિતજીએ જ લખેલ “જૈનધર્મનો પ્રાણ” પણ એ જ કક્ષાનું પુસ્તક હતું. આ બન્ને પુસ્તકની પહેલી આવૃત્તિ શેડા વખતમાં જ ખલાસ થઈ ગઈ હતી, એ જ બતાવે છે કે આ પુસ્તકને કેવો સારો આવકાર મળ્યો હતો. અહીં એ વાત જણાવતાં આનંદ થાય છે કે પૂજ્ય પંડિતજીએ સ્થાપેલ જ્ઞાનોદય ટ્રસ્ટ તરફથી “જૈનધર્મનો પ્રાણ”ની બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ છે; અને ચાર તીર્થકર ”ની પણ બીજી આવૃત્તિ પ્રગટ થવાની છે.
ધર્મ–તત્ત્વજ્ઞાનને લગતાં અમારાં પ્રકાશનોનો આવો સત્કાર થયેલો જોઈ એવાં પુસ્તકો પણ સમયે સમયે પ્રગટ કરવાનો અમારો ઉત્સાહ દ્વિગુણિત થાય એ સ્વાભાવિક છે. તેથી આ વર્ષે, આ - પુસ્તકમાળાના સાતમા પુસ્તક તરીકે, અમારા સહૃદય મિત્ર, સૌજન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org