________________
-૨૮
જૈનધર્મચિંતન - જૈનધર્મની સ્વતંત્ર નિષ્ઠા છે. વૈદિક નિછા આત્માને વ્યાપક માન- નારી છે. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું છે કે આત્મા શરીરપરિમાણ છે. આત્માને વ્યાપક માનીએ તો જીવની ગતિ કે પુનર્જન્મ,
એ કેવલ ઔપચારિક ઘટનાઓ માનવી પડે; ત્યારે જે આત્માને - શરીરપરિમાણુ માનવામાં આવે તો તેની ગતિ કે પુનર્જન્મ બને
ઔપચારિક નહીં પણ મુખ્યરૂપે ઘટી શકે છે. વ્યાપક વસ્તુની ગતિ તો સંભવે જ નહિ. વળી, વ્યાપક આત્મા ફૂટસ્થ નિત્ય મનાત - હોઈ તેમાં વિકારનો તે સંભવ જ નથી. તેથી નવું નવું શરીર સંબદ્ધ થાય. તે જ તેના પુનર્જન્મ કહેવાય. ખરી રીતે તે શરીરે જ જન્મે છે, આત્મામાં તો તેથી કશો જ વિકાર થયો નથી, તો તે તેનો જન્મ કેવી રીતે કહેવાય ? આવા વિચારમાંથી જીવને શરીરપરિમાણુ અને કર્મો સાથે ઓતપ્રોત હોઈ વિકારી માન્ય. એટલે મૃત્યુ થતાં અન્યત્ર તેની ગતિ અને જન્મ અને સંભવી શકે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ
જીવની ગતિ અને એનું દેહપરિમાણપણું માનવાને કારણે જ જન દર્શનમાં બે સ્વતંત્ર તોમાં નિકા સ્વીકારવી પડી છે. અને તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. ભારતીય કઈ પણ દર્શનમાં આ બે તત્વોને માનવામાં આવ્યાં નથી. એટલે આ બે તને કારણે પણ જૈન દર્શન બીજાં દર્શનોથી જુદુ પડે છે. જીવની જે ગતિ હોય તો તેને સહાયક એક દ્રવ્ય હોવું જોઈએ: એ તકમાંથી ધર્માસ્તિકાય -અને ગતિ છતાં તે સદા ગતિશીલ જ ન રહે તે માટે અધર્માસ્તિકાયની કલ્પના કરવામાં આવી છે. ધર્મસ્તિકાય એ ગતિસહાયક દ્રવ્ય છે, તો અધર્માસ્તિકાય એ સ્થિતિ સહાયક દ્રવ્ય છે.
જીવ ગતિ સ્વભાવ દ્રવ્ય છે અને મુક્તાવસ્થામાં કમ તો નથી, - જે તેની ગતિને દિશા આપતું હતું. ત્યારે પ્રશ્ન સહેજે થાય કે મુક્ત -જીવની ગતિ કયાં થાય ? બંધનબદ્ધની મુક્તિ સમયે સ્વાભાવિક ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org