________________
બાજુ એમણે પિતાની કાર્યદક્ષતા અને કુશાગ્ર બુદ્ધિ તેમ જ અટપટા પ્રશ્નોમાં પણ ઝડપી નિર્ણય લેવાની શક્તિને લીધે કંપનીના ડાયરે કટરોનાં મન જીતી લીધાં; તો બીજી બાજુ મિલનસાર સ્વભાવ હદયની મીઠાશ તથા સરળતા, વ્યવહારકુશળતા અને માનવતાના સદ્ગણોથી પિતાની કંપનીમાં કામ કરતા મજૂરોનાં દિલ વશ કરી લીધાં. માલિક અને મજૂર બન્નેને રાજી કરીને બન્નેનાં દિલ જીતી લેવાનું કામ કોઈ કાબેલ સંચાલક માટે પણ ભારે મુશ્કેલ હોય છે. ભાઈ જગમોહનદાસે પોતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું હતું : એ એમની ચિરસ્મરણીય વિશેષતા છે. અને આટલું જ શા માટે ? જે પ્રદેશને એમણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું એ રામગંજમંડીની સામાન્ય જનતામાં પણ તેઓ પાણીમાં સાકરની જેમ ભળી ગયા હતા; અને અવસર મળતાં એની પિતાથી બનતી સેવા કરવાનું કદી ચૂકતા ન હતા. તેથી તેઓ એ પ્રદેશની જનતામાં પણ એટલા જ લોકપ્રિય અને આદરપાત્ર બની શક્યા હતા.
પણ એક દિવસ અમારું ભાગ્ય રૂઠી ગયું : વિ. સં. ૨૦૧૪ના ચૈત્ર વદી ૧૩, બુધવાર, તા. ૧૬-૪૧૯૫૮ના રોજ તેઓ કંપનીને કામે મોટરમાં ભોપાલ તરફ જતા હતા, ત્યારે વચમાં એમની મોટરને ભયંકર અકસ્માત થયો અને તેઓ સ્વજને, સ્નેહીઓ, મિત્રો અને પ્રશંસકોને વિલાપ કરતાં મૂકીને સદાને માટે વિદાય થઈ ગયા !
આવા અનેક શક્તિઓના પુંજ સમા, કેવળ કુટુંબની જ નહીં પણ જે જે કાર્યક્ષેત્રમાં એમણે પ્રવેશ કર્યો એ કાર્યક્ષેત્રની પણ આશા સમા, અનેક ઉમંગોથી ભરેલા ભાઈનો ૩૬ વર્ષની ભરયુવાન વયે અકાળ સ્વર્ગવાસ એ અમારા કુટુંબને માટે વજપાત કે હોનારત જેવી કારમી ઘટના હતી !
ભાઈ જગમેહનદાસની ખોટ અમારા કુટુંબને માટે તો કદી ન પૂરી શકાય એવી મોટી છે; પણ એમણે સહૃદયતા અને માનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org