________________
અનેકાંતવાદ
૧૯૧ નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધમકીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદનો નિષેધ કરવા છતાં તેઓ આડકતરી રીતે તેને સ્વીકાર કરે છે જ. * મીમાંસક કુમારિક એક તરફ એમ કહે છે કે જેન–બૌદ્ધનો અહિંસા આદિનો ઉપદેશ સારે તે છે, પણ તે ચામડાની બખમાંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવિરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિલ જ્યારે વસ્તુવિચાર કરે છે, અને ખાસ કરી આત્મવિચાર કરે છે, ત્યારે જૈનેના અનેકાંતવાદને સંમત એવા ભેદભેદનો આશ્રય લે છે. અને દ્રવ્ય-પર્યાયવાદનો આશ્રય લઈ વસ્તુની નિત્યતા-અનિત્યતા સિદ્ધ કરે છે.
તૈયાયિકોને અનેકાંતવાદમાં વિરોધ જણાવે છે, પણ એ જ નિયાયિકોએ અવાનર જાતિના એક પ્રકારને સામાન્ય –વિશેષ કહ્યો છે; જેમ કે ગોત્વ જાતિ એ ગાયોની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ વિશેષ છે.. | રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે તેઓ પણ અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાયે કરેલ અનેકાંતવાદના ખંડનમાં સંમત થાય છે, તે સાંપ્રદાયિક અભિનિવેશ જ છે.
-“પ્રબુદ્ધજીવન”, ૧-૩-૬૪, ૧-૪-૬૩, ૧૬-૪-૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org