________________
અનેકાંતવાદ
૧૭૩ ઉપર જ ગોઠવ્યા છે. તેથી તે વાદ જેને પોતાને થઈ ગયો હઈ. બીજા દાર્શનિકો જેનોની જેમ અનેકાંતવાદી બનવામાં ગૌરવને. અનુભવ નથી કરતા. પણ કેઈ ગૌરવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૌરવ ઘટતું નથી. સત્યદર્શન અને વિચારવિકાસ માટે અનેકાંતવાદનો સર્વ ક્ષેત્રે સ્વીકાર કર્યા વિના બીજ કઈ રસ્તો છે જ નહિ.
(૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા
આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈન દર્શન અનેકાંત વાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના જીવનને મંત્ર એક જ હતો અને તે છે, અહિંસા. ભગવાન મહાવીરે જગતના અણુઅણુમાં જીવોનો વાસ જોયો. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂમમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે; મને દુઃખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુઃખ અપ્રિય છે. તો ભારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવો જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવા તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક * જીવનવ્યવહાર અપનાવ્યું અને લોકજીવનમાં સંયમનો ઉપદેશ દીધો.
" વિચારસંપત્તિનું મૂલ્ય અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે, કારણ કે એ અનુભવની વાત છે કે, સૌને મન પોતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ ભલે ફના થતી હોય, પણ પોતે નકકી કરેલ વિચાર કે મંતવ્યને છોડવા તે ઝટ તૈયાર થતું નથી. આમ પોતાના ભત, મંતવ્ય કે વિચાર પ્રત્યે વ્યક્તિને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિદાને કે મમતાને જ્યારે આપણે વગર વિચાર્યો ઝટ જુહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org