________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર * બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમોના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા, એટલે કે પિતૃહૃદય હતા; જ્યારે બુદ્ધ આ બાબતમાં માતૃહદય હતા. આ કારણે સ્વયં બુદ્ધ પિતાના જ સમય દરમિયાન સંઘમાં કેવળ અનેક અપવાદોનું સર્જન જ નહીં, પણ અનેક નિયમોનું વિસર્જન પણ કરી દીધું હતું, જ્યારે મહાવીરે ઉત્સર્ગમાર્ગને જ આગ્રહ રાખ્યો હતો, અને અનિવાર્ય હોય ત્યાં જ અપવાદ કર્યો હતો, અને તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમોની તુલનામાં પાલનની દૃષ્ટિએ કઠોર જ ગણી શકાય એવો હતા.
આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લોકની વાતમાં ખૂંપી ગયા છે; ત્રણે લેકની જ નહીં પણ તેમાં રહેલ ચોરાસી લાખ છવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. . આત્માની જે વિવિધ અવસ્થાઓ ત્રણે લોકમાં થાય છે તેનું વિવરણું કરતાં જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તો તેમને એ જ કહેવાનું છે કે આ બધા ચિરામાંથી અને તેમાં અનુભવાતાં અનેક પ્રકારનાં દુઃખોમાંથી મુક્ત થવું હોય તો વીતરાગ બનો, કઈ પણ -જીવને કષ્ટ આપે નહીં. જેમ તમને કષ્ટ નથી ગમતું, તેમ કેઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી બની હિંસાથી વિરત થાવ. ભગવાન મહાવીરને નાની મોટી સૌ ક્રિયામાં હિંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તેથી તેમની હિંસામાંથી કેમ બચવું એની જ ચિંતા એમને રહે છે અને એની જ વિચારણા અને ઉપદેશ સર્વત્ર દેખાય છે.
ભગવાન બુદ્ધને ત્રણે લેકની ચર્ચામાં કે જીવની અનેક નિમાં કે તેના વિવરણમાં જરાય રસ નથી; તેમને તો ખરી રીતે આત્માની વિચારણુમાં રસ નથી, બ્રહ્મની વિચારણમાં પણ રસ નથી; એમને તે આ લોકમાં અને આ લોકમાં જ જે દુઃખ અનુભવાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org