________________
અવળી, આ
શકે
અને
એ સ્વાભાવિક છે. એને દૂર કરવા જતાં વિષયનિરૂપણની અખવિવા ખંડિત થઈ જાય એમ હોવાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. વળી, આવા નાના સરખા સંગ્રહમાં જૈનધર્મ—દર્શન અંગે બધું જ્ઞાતવ્ય રજૂ થઈ ન શકે, એ પણ સમજી શકાય એવી વાત છે.
આ લેખો વાંચતાં જુદાં જુદાં દર્શન અને ધર્મોને પોતામાં સમાવતી વ્યાપક ભારતીય સંસ્કૃતિની અખંડતાનું અને જુદા જુદા સંસ્કૃતિપ્રવાહો, પોતપોતાની જુદાઈને જાળવવા છતાં, એકબીજા ઉપર કે પ્રભાવ પાડતા રહ્યા છે, તેમ જ એકબીજાથી કેવા પ્રભાવિત થતા રહ્યા છે એનું એક આલાદક ચિત્ર હૃદય સામે ખડું થાય છે. ક્યારેક ક્યારેક વળી કઈ સાંસ્કૃતિક ખામી તરફ પણ દૃષ્ટિ પહોંચી જાય છે.
આમાંથી જૈન દર્શન, ધર્મ અને સંસ્કૃતિ અંગે ઘણું ઘણું જાણવાનું મળશે, એ જિજ્ઞાસુઓ અને સત્યપ્રેમીઓને માટે વિશેષ લાભ ની વાત છે. આમાં કેટલીક બાબતો સાવ નવી જાણવા મળતી હોય એવી લાગશે કેટલીક આપણી જૂની જાણકારીનું પરિમાર્જન કરતી હોય એવી લાગશે; અને કોઈ કઈ બાબત તે વળી દઢ થઈ ગયેલી માન્યતાને આધાત કે આંચકો આપનારી પણ લાગશે. જે સત્યના ખપી થવું હોય અને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારના દૂષણથી મુક્તિ મેળવવી હોય, તે આવી પ્રક્રિયામાંથી પસાર થયા વગર તેમ જ સત્યશોધકની નિર્મળ દૃષ્ટિએ અભ્યાસ કર્યા વગર ન જ ચાલે. આ દષ્ટિએ જૈનધર્મ અને દર્શનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આ પુસ્તક એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું છે. આથી વિશેષ તો આ લેખો પિતે જ પિતાને વિષે કહે એ જ બરાબર છે.
મારા મિત્ર ભાઈશ્રી કાંતિભાઈ કોરાએ આ કામ મને સોંપીને અલ્પસ્વલ્પ પણ વિદ્યાવિદ માણવાની જે તક આપી છે તેની સાનંદ નોંધ લઈને આ સ્થન પૂરું કરું છું. માદલપુર, અમદાવાદ-૬ રાષ્ટ્રીય મહાપર્વ ૧૫મી ઑગસ્ટ : રતિલાલ દીપચંદ દેસાઈ
સને ૧૯૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org