________________
જૈનધર્મચિંતન માન્યતા પ્રમાણે તીર્થકરે માત્ર ક્ષત્રિય કુલેમાં જ જન્મે છે, જ્યારે બુદ્ધો ક્ષત્રિય અથવા બ્રાહ્મણ બને કુળમાં જન્મી શકે છે. મહાવીર અને બુદ્ધ બન્ને ક્ષત્રિય કુળમાં જન્મ્યાં છતાં ગુણોત્કર્ષને કારણે સાચા બ્રાહ્મણ કહેવાય છે, ઉત્તમ આર્થરૂપે પ્રસિદ્ધ થયા છે.
મહાવીરને ઘ–પરંપરાપ્રાપ્ત મહાવીર જે માગનું કે ધર્મનું નિરૂપણ કરે છે તે તેમણે પોતે જ પ્રાપ્ત કર્યો છે એવો એમનો દાવો નથી. તેમને પાર્શ્વ પરંપરાની જે સાધનાની પરંપરા મળી તેનું અનુસરણ તેમણે કર્યું અને જે ધર્મ અને દર્શન પાર્શ્વનું હતું તેની જ યથાર્થ અનુભૂતિ તેમને થઈ અને એ જ માગે બીજાને લઈ જવા તેમણે પ્રયત્ન કર્યો–આ જ તેમનું તીર્થકરત્વ. પાર્થ પરંપરાના બાહ્યાચારમાં થોડું સમયાનુકૂળ પરિવર્તન માત્ર કરીને જ તેમણે સંતોષ અનુભવ્યો; પણ પોતાનું દર્શન નવું છે એવો દાવો તેમનો નથી. અને વસ્તુસ્થિતિ પણ એવી જ છે. તેઓ સાધના જરૂર કરે છે, સાધના અથે યત્રતત્ર પદયાત્રા પણ કરે છે, પણ એય તો એટલું જ છે કે પાર્થપરંપરાનું જે દર્શન છે તેનો પરોક્ષાનુભવ નહિ પણ પ્રત્યક્ષ અનુભવ થાય. સારાંશ એ છે કે દાર્શનિક ભૂમિકામાં તેમણે પાર્શ્વ પરંપરામાં કશી જ ત્રુટિ જોઈ નહિ અને એને જ અંતિમ સત્ય માની તેનો સાક્ષાત્કાર. કરવા પ્રયત્ન કર્યો. અને પરંપરા જણાવે છે કે એ પ્રયત્નમાં તેઓ સફળ થયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પાર્વે કહેલ વસ્તુઓને તેમણે સાક્ષાત્ અનુભવ કર્યો.
બુદ્ધને ધર્મ–અપૂર્વ આથી વિરુદ્ધ બુદ્ધના જીવનમાં છે. તેમને જે કાંઈ પરંપરાથી પ્રાપ્ત છે અને જે કાંઈ બીજા પાસેથી શીખવાનું મળે છે, તેમાં તેમને સદેવ અસંતોષ અનુભવ થયો છે. તેમણે વિચાર કરીને આળા કાલામ જેવા અનેક ગુરુ કર્યા છે અને તે સૌનાં વિચાર અને પરં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org