________________
હિન્દુધર્મ અને જૈનધર્મ
જૈનધર્મના સંપ્રદાયો વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા નિર્તોનો વિચાર કરે જરૂરી છે. નિહનોના મતે એ જૈનધર્મના સંપ્રદાયો એટલા માટે નથી ગણુતા કે તેમના પ્રવતર્કોએ સ્વયં ભગવાન મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું, તેમના પ્રામાણ્યને જ અવગણ્યું હતું. આથી તે નિર્નો ગણાયા, સંપ્રદાય પ્રવર્તકે નહિ. ભગવાન મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેને અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાયો બને છે. તેમાં મૂળ પુરુષના પ્રામાણ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થધટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાયે ભલે એકબીજાને નિહ્નવ કહેતા હોય પણ તે સંપ્રદાયો જ છે. શાસ્ત્રમાં જે નિહનવો ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુતઃ નિર્નવો નથી; તેમાંના કેટલાક સંપ્રદાયકોટિમાં ગણવા યોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિષને કારણે . નિનવ ગણવામાં આવ્યા છે એમ માનવું રહ્યું.
નાના-મોટા મતભેદોને કારણે કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસોના કારણે જેનેના અનેક સંપ્રદાય કે ગચ્છો થતા આવ્યા છે; તે બધાની પૃથફ ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહીં તો માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવશાળી સંપ્રદાયો વિષે સંક્ષેપમાં કહેવાનું છે. એવા સંપ્રદાયમાં મુખ્ય બે છે. શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષે છે.
શ્વેતાંબર અને દિગંબર વિદ્વાનોમાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ બેમાં કણું પહેલું અને કેણુ ભગવાનના મૂળ માર્ગને અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનોએ ઈસ્વીસન પૂર્વેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org