________________
હિન્દુધર્મ અને જેનધર્મ
૮૯ છીએ કે, જૈનધર્મમાં જે સંપ્રદાય થયા તેમાં દર્શનભેદ અગર વિચારને ભેદ નથી, આચારને ભેદ છે. આનું બીજું પરિણામ એ આવ્યું કે ગણધરે રચેલા આગમો પણ તેના તે જ રૂપમાં, વેદની જેમ, સચવાયા નહિ.
વળી, વેદની ભાષા સંસ્કૃત છે અને શબ્દરૂપની જાળવણું તેમાં છે, પણ આગની ભાષા તો લોકભાષા પ્રાકૃત છે. આથી પણ ભગવાન મહાવીરના કાળની પ્રાકૃત આજે આગમોમાં રહી નથી; પણ જે કાળે અંતિમ સંકલન થયું તે કાળની પ્રાકૃત ભાષાની અસર તેમાં પડે તે સ્વાભાવિક છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પુરોહિત સમાજની સંસ્કૃત ભાષા છોડીને બહુજનસમાજની ભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપો તેની પાછળનો હેતુ પણ એ જ છે કે તેમને ઉપદેશ ગણ્યાગાંઠયા લેકની મૂડી ન બને, પણ આમજનતા તેનાથી પૂરે લાભ ઉઠાવે. પરિણામે વેદો એ માત્ર વૈદિક ધર્મને અનુસરનારાં અમુક જ બ્રાહ્મણ કુટુંબોની મૂડી બની ગયા અને તેમણે એના બળે ધાર્મિક નેતૃત્વને ઇજારે લીધો. પણ ભગવાન મહાવીરનો ઉપદેશ લેકભાષામાં હેઈ આવો કઈ ઈજારો કેઈ લઈ શકયું નહિ. એથી એક લાભ એ થયો કે તેને પ્રચાર તે વ્યાપક બન્યો, પણ કોઈ એક વર્ગની આગવી મૂડી ગણાયેલ ન હોઈ કેઈએ તેને સાચવવાનો પૂરો પ્રયત્ન પણ કર્યો નહિ, આથી તે આજે શબ્દરૂપમાં છિન્નભિન્ન દશામાં મળે છે—જેકે, ઉપર કહ્યું તેમ, તેના અર્થમાં વિપર્યય નથી થયો.
વેદ અને આગમ સાહિત્યમાં બીજે જે એક ભેદ જાણવા જેવો છે તે એ કે વેદો એ ઉપદેશગ્રન્થ નથી, પણ ઋષિઓએ નાના દેવતાઓની કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે. આ સ્તુતિઓમાં મોટે ભાગે કવિત્વ છે, પણ તેનું તાત્પર્ય તો ભૌતિક સમૃદ્ધની યાચનામાં રહેલું છે; કોઈ પારલૌકિક કે આત્માની ઉન્નતિ–આધ્યાત્મિક ઉન્નતિ-માટેના પિોકારે તેમાં નથી, પણ શત્રુ–બાહ્ય શત્રુ–નો નાશ કરી સામ્રાજ્યપ્રદેશના વિસ્તારમાં દેવોની સહાય માગવામાં આવી છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org