________________
૭૬
ઐતિહાસિક અને સાધક
આમ ધર્માં સનાતન હેાવાની માન્યતા તે તે ધર્મોની છે, પણુ તેથી કાંઈ ઇતિહાસના વિદ્વાનેને સ ંતેષ થાય નહિ. જેમને ધર્મમાં રસ નથી પણ તિહાસમાં રસ છે એટલે કે સ્વયં ધાર્મિક સાધના કરવામાં રસ નથી, પણ તટસ્થભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાનપતનને ઇતિહાસ જાણવામાં રસ છે, તેને એ ધર્માંની સનાતનતામાં શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. ાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે ઐતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક ઠેસેા ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્રે ઉઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું કરું છું તે કયારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને ધ્યેય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ? ત્યારે અતિહાસિકને એની સાથે બહુ સબંધ નથી; એ તે। એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં જ રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે, પણ ઐતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીએની જરૂર પડે છે. આથી અને છે એવું કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હેાય છે, તેને ઐતિહાસિક કાલિક કે દેશિક સત્ય તરીકે સ્વીકારતાં પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે. આત્માને ઠગવેા સહેલા નથી. આત્મપ્રત્યયથી વિરુધ વનારને એક ડંખ તે રહે જ છે; એટલે આત્માના અવાજને દાખી શકાતે નથી. આથી ધાર્મિક પુરુષ, જો તે ખરેખર ધાર્મિક હાય તેા, આગળ ને આગળ જ વધે છે; આત્મવંચના જ કરવી હાય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હાય તે। જુદી વાત છે. પણ આત્માને અવાજ ધાર્મિક પુરુષને મા બતાવે છે એમાં શક નથી. આથી ઊલટુ, ઈતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયને જે લાભ છે તે મળતા નથી અને અતિહાસિક પેાતાના ગમા-અણુગમાને આધારે માટે ભાગે આગળ વધતા હોય છે. આથી
Jain Education International
જૈનધમ ચિંતન
For Private & Personal Use Only
www.jainelibrary.org