________________
૭૮
સમયદશી આચાર્ય
છે “એક જણે કહ્યું : “પાકિસ્તાનમાં લગભગ વીસ શહેર અને કસબા છે, જ્યાં આપણાં મંદિર અને ધર્મસ્થાને છે.”
આચાર્યશ્રીએ કહ્યું: “હિંદુસ્તાનમાં મુસલમાનો રહેશે કે નહીં ? હિંદુસ્તાનમાં હિંદુઓની સાથે મુસલમાને રહી શકશે; પરંતુ પાકિસ્તાનીએની મનવૃત્તિ જોતાં હિંદુઓ પાકિસ્તાનમાં રહી શકે એ અસંભવ જેવું લાગે છે, કારણ કે, પાકિસ્તાનની રચના થતાં પહેલાં જ મુસલમાન ઉત્તેજિત થઈ રહ્યા છે.”
એકે કહ્યું: “શું પાકિસ્તાન સરકાર બિનમુસ્લિમનું રક્ષણ નહીં કરે ?” * “આચાર્યશ્રી : “કરવું તે જોઈએ, પણ સત્તાને મદ ભૂડ હોય છે.” * દિવસે દિવસે સૌની બિનસલામતી વધતી જતી હતી, ચિંતાનો કોઈ પાર ન હતા અને ચિંતા કરવાથી કોઈ માર્ગ પણ નીકળે એમ ન હતિ. હવે તે હિંમતથી કામ લેવાની અને સંઘ સહિત સહુને બચાવ કેવી રીતે થાય એનો માર્ગ શોધવાની જરૂર હતી. જે વ્યક્તિગત જાન-માલની સલામતીના સ્વાર્થમાં સપડાયા તે પિતાને બચાવ તે થતાં શું થાય, પણ સર્વ કોઈ ઉપર સર્વનાશની આફત વરસી જાય એ કટોકટીને એ સમય હતો. અને એની સામે હિંમત, ધીરજ, સ્વસ્થતા, દીર્ધદષ્ટિ અને ‘કુશળતાથી કામ લેવાનું હતું. '
સ્વરાજ્યની જાહેરાતના સવા મહિના પહેલાં, તા. ૨––-૪૭ ના રોજ, શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરને આગ લગાડ્યાના સમાચાર મળ્યા. અંતર ચિરાઈ જાય અને મન બેકાબુ બની જાય એવા એ સમાચાર હતા. આચાર્ય મહારાજ સ્તબ્ધ બનીને એ સમાચાર સાંભળી રહ્યા. પણ સમય એવો હતો કે મનને વશ રાખ્યા વગર છૂટકો ન હતું. સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ રહી હતી. * હવે તંગદિલી અને બિનસલામતી ઓછી થવાને તે કોઈ અવકાશ જ ન હતું. ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ હતું. પંજાબના સંઘને જેટલી પિતાની સલામતીની ચિંતા હતી, એટલી જ ખરેખરા તોફાનના કેન્દ્રમાં રહેલાં આચાર્ય મહારાજ તથા અન્ય સાધુ-સાધ્વીઓ તેમ
જ શ્રાવક-શ્રાવિકાઓની ચિંતા હતી. તેમાંય પંજાબ શ્રીસંઘના પ્રાણ સમા - આચાર્ય મહારાજને કદાચ કંઈ આંચ આવી જાય તો......? આ વિચારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org