SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આઠ વર્ષ પહેલાં, વિ. સં. ૨૦૨૭ની સાલમાં, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની જન્મશતાબ્દી દેશમાં જુદાં જુદાં સ્થાનમાં ઊજવાઈ હતી અને અખિલ ભારતીય ધરણે એ પ્રસંગની જવાણી, મુંબઈમાં, વિવિધ જાતના કાર્યક્રમો દ્વારા, વિશાળ પાયા ઉપર અને ખૂબ શાનદાર રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજની અંગ્રેજી, હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત જીવનકથા પ્રગટ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે અંગ્રેજીમાં “The Life of A Saint” અને હિંદીમાં “દિવ્ય જીવન” નામે ફાલનાની શ્રી પાર્શ્વનાથ ઉમેદ કોલેજના અધ્યાપક શ્રી જવાહરચંદજી પટનીએ લખેલ અને ગુજરાતીમાં “સમયદર્શ આચાર્ય” નામે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ–એમ ત્રણ જીવનકથાઓ પ્રગટ કરવામાં આવી હતી. - આચાર્ય દેવની ગુજરાતી જીવનકથાની માગણી અવારનવાર થતી રહેતી. હોવાથી, તેમ જ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ જન્મ શતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ”માંથી લેન-સહાય મેળવતા વિદ્યાથીઓની ધાર્મિક પરીક્ષા લેવામાં આવે છે, તેના અભ્યાસક્રમમાં પરમપૂજ્ય આચાર્યશ્રીની જીવનકથાને સમાવેશ કરવામાં આવેલ છે, એટલે એ માટે પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ લાગવાથી, એનું . આ પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકને ફરી છાપવાની અનુમતિ આપવા માટે અમે અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના શું છીએ. - આ પુસ્તક પ્રગટ થાય છે ત્યારે અમારા શિરછત્ર સમા, પ્રશાંતમૂ તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ વિદ્યમાન નથી એ અંગે અમે ઊંડું દુઃખ અને મોટી ખામી અનુભવીએ છીએ, પરંતુ તેઓશ્રીના પટ્ટધર, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રજિસૂરીશ્વરજી મહારાજની વાત્સલ્યભરી છત્રછાયા, પરમપૂજ્ય ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ આદિ એમના વિશાળ મુનિ સમુદાયની આત્મીયતાભરી લાગણી અને પરમપૂજ્ય વિદુષી સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની હૂંફ અમને મળતી રહે છે તેથી અમારું આ દુઃખ ઓછું થાય છે, એટલું જણાવવાની રજા લઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy