________________
સમયદશી આચાર્ય સેવાઓ પણ અસાધારણ હતી. પંજાબને તે જાણે એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું.
વારંવાર પજાબની યાત્રા મુનિ શ્રી વલ્લભવિજયજીએ દીક્ષા લીધા પછીનાં ત્રણ ચોમાસાં ગુજરાત-રાજસ્થાનમાં (બે ગુજરાતમાં રાધનપુર અને મહેસાણામાં અને એક રાજસ્થાનમાં પાલીમાં) કર્યા પછી ૧૮ જેટલાં માસાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ઘણાં ગામ-શહેરેને પિતાની ભાવના, શક્તિ અને વિદ્રત્તાને લાભ આપે હતું. તેમાં છ માસાં દાદાગુરુજીની સાથે અને તેર તેઓના સ્વર્ગવાસ પછી કર્યા હતાં. .
વળી, એમની પંજાબની યાત્રાઓને એકંદર વિચાર કરીએ તો, ચાર વાર થઈને એમણે પંજાબમાં કુલ ૩૨ માસાં કર્યા હતાં. એમના ૬૮ વર્ષ જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયને લગભગ અડધો સમય એમણે પંજાબને અર્પણ કર્યો હતો, એ બીના પંજાબ ઉપર એમને અપાર પ્રીતિનું અને પંજાબ સંઘની તેઓના ઉપરની અસાધારણ ભક્તિનું સૂ ચન કરે છે.
પંજાબથી પહેલી વાર વિહાર કર્યા બાદ તેર ચેમાસાં ગુજરાત, મુંબઈ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કરીને જાણે તેઓએ પંજાબ અને પંજાબ સિવાયના પ્રદેશના જૈન સંઘના ઉત્થાન માટેની પિતાની સેવાવૃત્તિની સમતુલા સાચવી હતી, અને એ રીતે સમગ્ર જૈન સંઘ ઉપર ઉપકાર કર્યો હતે અને સૌને પિતાના ગુરુપદને લાભ લેવાને અવસર આપ્યું હતો.
વિ. સં. ૧૯૭૩નું માસું બીકાનેરમાં કરીને તેઓએ બીજી વાર પંજાબમાં પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધીનાં ચાર માસમાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ત્યાંના શ્રીસંધની સેવા બજાવી.
ખરી વાત તે એ છે કે, આચાર્યશ્રી પંજાબમાં હોય કે પંજાબથી દૂર હોય, પંજાબની હિતચિંતા તે કયારેય એમના હૃદયથી દૂર થતી ન હતી. અને દૂર રહ્યા રહ્યા પણ તેઓ પિતાના સમુદાયના સાધુઓ દ્વારા તેમ જ સલાહ-સૂચને દ્વારા પંજાબ શ્રીસંઘને જરૂરી માર્ગદર્શન કરાવતા જ રહેતા હતા. તેઓ ગમે ત્યાં હોય તે પણ હું મારા પંજાબમાં ક્યારે પહોંચું” એવી એમને હમેશાં ઝંખના રહ્યા કરતી. “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org