________________
સમયદશી આચાર્ય
પ૭ શ્રાવિકા પણ છે. માટે સંઘના એ અંગને પણ મજબૂત બનાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસંપ નહોતે, અને જ્યાં કુસંપ ન હોય ત્યાં જપ થતું. તે સમયે ઝીણાં કપડાં નહોતાં વપરાતાં, હમણાં તે તમે અમને ઝીણું કપડાં પહેરાવો છે; તે સમયે અમે ચા-દૂધ માટે વહેરવા નહાતા નીકળતા, આજે અમે તેમ કરતા થઈ ગયા છીએ. અમારે ને તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણુની ટેવ ત્યાગી–ફકીરને લાયક છે ખરી ? સ્વધર્મીઓ માટે ઉદ્યમ કરે. તેમને વ્યાવહારિક કેળવણું સાથે ધાર્મિક શિક્ષણ મળે તેવો પ્રબંધ કરે. એકલી પૌગલિક કેળવણીથી કોઈને ઉદ્ધાર નથી થવાને. ધાર્મિક કેળવણી હશે તે ધાર્મિક સંસ્કાર મળશે; તો જ વિવેકપ્રાપ્તિ થશે, તે જ શાસનહિતનાં સારાં કામો થશે. ભાવિ પ્રજાના યુવકે નાસ્તિક બનતા જાય છે તેનું કારણ શું ? તેઓ ગુરુ પાસે આવે છે તે શું “નાતિક” શબ્દ સાંભળવા ? અને આમ તેમને તમે નાસ્તિક કહ્યા કરશે તે તેઓ– ભાવી પ્રજા-તમારી પાસે આવશે ખરી ? રસ્તો એક જ છેઃ ધાર્મિક જ્ઞાન સંસ્કાર મળે તેવી વ્યવસ્થા કરે, સંપ કરો. સાધુઓના સંબંધમાં મન ફાવે તેવું લખે તેવાં છાપાંઓને ન પિષો.” (આ. શ્રી. વિ. વિ. સૂ. સ્મારક ગ્રંથ, પૃ. ૪૯૫૦). વિ. સં. ૨૦૦૧માં બીકાનેરમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે –
સમય પલટાઈ રહ્યા છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર વ્યાપક થઈ રહી છે; લડાઈની ભીષણતા, મોંઘવારી, બેકારી વગેરેથી નિતિક જીવન પર વ્યાપક અસર થઈ રહી છે. આવા સમયમાં જૈન સમાજનાં સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયે, સાધુ-સાધ્વીઓ તેમજ બીજાં ઉપયોગી અંગેની સંભાળ કોણ લેશે ? કરોડો કમાવાથી કે લાખ જમા કરવાથી જીવનની સાર્થકતા નથી થતી. જીવનમાં પારકા માટે, સમાજ, દેશ અને ધર્મ માટે શું કર્યું એ જ મહત્ત્વનું છે. આ જ વસ્તુ સાથે આવશે. આ મારી ભાવના છેજગતના સર્વ જીવો સુખી થાવ. સર્વનું કલ્યાણ થાવ. પ્રત્યેકના જીવનમાં આ ભાવના પ્રદીપ્ત થાવ.” (એજન, પૃ. ૬૧)
વિ. સં. ૨૦૦૯ની સાલમાં મુંબઈમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે
“ભાગ્યશાળીઓસમયે સમયે પરિવર્તન થતાં રહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સમયનાં એંધાણને પારખીને સમાજના કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org