________________
સમયદશી આચાર્ય કર્યો હતો. પણ એમનો ભાવી યુગ જેન શાસનના ઉત્કર્ષના નિમિત્ત બનવાને હતો. એટલે સંયમની નિર્મળ આરાધનાની સાથે સાથે જ એમને, દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની તેજસ્વી રાહબરી નીચે, એક સમર્થ અને જવાબદાર સંઘનાયક બનવાની તાલીમ, વગર માગ્ય, મળવા લાગી; અને એક એકથી ચડિયાતી જવાબદારીને પૂરી કરવાની કોઠાસૂઝ અને શક્તિ એમનામાં પ્રગટ થતી ગઈ. ' . પછી તે એક બાજુ સાધુજીવનના પાયા કે સાધ્યરૂપ અનાસક્તિ કે નિમેહવૃત્તિનું તેજ જીવનમાં પ્રગટતું ગયું અને બીજી બાજુ જગતના જીવોના સુખ-દુઃખ સાથે સહાનુભૂતિની લાગણી સંધાતી ગઈ. પરિણામે મુનિ વલ્લભવિજયજીને માટે આપકલ્યાણ અને જગકલ્યાણ એકરૂપ બની ગયાં; જગતના જીવોના કલ્યાણમાં તેઓને આત્મકલ્યાણનાં દર્શન થવા લાગ્યાં. અને તેઓ લેકપકારક ધર્મગુરુપદના સાચા અધિકારી બની ગયા.
આવી હતી એ મુનિવરની સાધના.
એ સાધનાની લશ્રુતિને ટૂંકમાં સાર સમજાવતાં તેઓએ કહ્યું : - “મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો? એમાં પહેલું, આત્મસંન્યાસ; બીજું, જ્ઞાનપ્રચાર અને ત્રીજું, શ્રાવક-શ્રાવિકાઓને ઉત્કર્ષ.”
દુઃખી જનેની સેવાનો મહિમાથી પ્રેરાઈને જ્યારે કોઈ ભકત ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે–“હે પ્રભુ, મને ન રાજ્યની ઝંખના છે, ને સ્વર્ગલોકની કે ન મોક્ષની. દીન-દુઃખી પ્રાણીઓના દુઃખને દૂર કરી શકું એ જ મારી ઝંખના છે.”
-આ વાંચીને દેખીતી રીતે તો કોઈને એમ જ લાગે કે પિતાના ઇષ્ટદેવ પાસે આવી માગણી કરવામાં ભકતે રાજ્ય, સ્વર્ગ અને મોક્ષની અવગણના કરી છે. પણ જરા ઊંડે ઊતરીને આ કથનનું હાર્દ સમજવા પ્રયત્ન કરીએ તે એમ લાગ્યા વગર નહીં રહે કે દીનદુઃખીની સેવા કરવામાં રાજ્ય, સ્વર્ગ કે મોક્ષ જેવું સુખ આપમેળે જ મળી જવાનું છે, એવો આત્મવિશ્વાસ એ કથનમાં ગુંજે છે.
લેકલ્યાણ અને આત્મકલ્યાણ વચ્ચે એકરૂપતા સ્થાપીને પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ વચ્ચે સમન્વય સાધી બતાવનાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના જીવનમાં પણ આ આત્મવિશ્વાસને જ રણકે સાંભળવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org