________________
સમયદશી આચાર્ય બે ઉપવાસ (છઠ્ઠ) અને ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરવા પ્રયત્ન કર જોઈએ–આત્માની શક્તિ તે ભગવાને અનંત કહી છે. અને હોશિયારપુરના ચોમાસામાં એમણે ચૌદસ-પૂનમ અને ચૌદસ-અમાસને છ કરવાની શરૂઆત કરી. અને પજુસણમાં અઠ્ઠમની તપસ્યા કરીને કલ્પસૂત્રનું વાચન પણ કર્યું. એમને વિશ્વાસ બેઠે કે માનવી સંક૯પબળથી ધારે એટલું તપ કે કામ કરી શકે છે. જિંદગીની પળેપળને સદુપયોગ કરી લેવાને ઉત્સાહ આવા વિશ્વાસમાંથી જ મળે છે.
પણ પછી તે જેમ લાભ વધે એમ લાભ વધે એવું થયું. અઠ્ઠમમાં મળેલી સફળતાથી 'મુનિ વલભવિજ્યજીએ વિચાર્યું : ત્રણ ઉપવાસ થઈ શક્યા તે ચાર કેમ ન થઈ શકે ? અને એમાં પણ એમને સફળતા મળી.
ઉપરાંત, અહીં તેઓએ બાર તિથિનું મીન રાખવા માંડયું. અને અનેક સૂત્રાને મનન-ચિંતનપૂર્વક સ્વાધ્યાય કર્યો. બાહ્ય અને આત્યંતર, તપના આશયથી મુનિ વટલભવિજયજીની આંતરિક સંપત્તિમાં ઔર વધારો થયો.
પણ તેઓના ગુરુભકત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજીને લાગ્યું કે ગુરુજી તે શરીરની શક્તિ-અશક્તિની ખેવના કર્યા વગર વધુ ને વધુ આકરી તપસ્યા કરવા તરફ વળી રહ્યા છે. શાસનના હિતને ધ્યાનમાં લઈને એમને એમ કરતાં રોકવા જોઈએ. અને એક દિવસ એમણે લાગણીભીના શબ્દોમાં વિનતિ કરતાં કહ્યું કે, “આપે ફરી એકાસણું કરવાં શરૂ કર્યા છે, પણ ચોમાસું પૂરું થયા પછી એને આગળ ચાલુ ન રાખશે, અને વધારે તપસ્યા કરવા ઉપર ભાર ન આપશે; કારણ કે આપનું શરીર વધુ તપસ્યાને ભાર ઝીલી શકે એવું નથી.”
| મુનિ વલભવિજયજીએ એવા જ વાત્સલ્યભર્યા શબ્દમાં પિતાના. શિષ્યનું સમાધાન કરતાં કહ્યું : “ભલા માણસ, તપસ્યાને નામે મને શા માટે બદનામ કરે છે? મારાથી તપસ્યા થાય છે જ ક્યાં ? જેઓ તપસ્યા કરે છે, એમને ધન્ય છે. મારા એકાસણુથી તું નારાજ છે, તે. ચોમાસા સુધીની મારી પ્રતિજ્ઞા પૂરી થાય, તે પછી નિરંતર એકાસણું, નહીં કરું, પણ મારું ચાલશે ત્યાં સુધી છૂટું મેં નહીં રાખું. આઠમચૌભે ઉપવાસ-એકાસણું કરું છું એ કરતો રહીશ, બાકીના દિવસોમાં બે વખત આહાર લેતા રહીશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org