SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય ૩૭. કામ પૂરું કરી જ્ઞાનવૃદ્ધિ કરી જૈનધર્મનાં અસલ તો પ્રકાશ કરશે, એ જ વારંવાર હમારું કહેવું તથા લખવું છે.” (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ, પૃ. ૩૭) જૈન સંઘમાં જ્ઞાનોપાસનાની અભિવૃદ્ધિ થાય અને એ દ્વારા શ્રીસંઘને અભ્યદય થાય એ માટે આચાર્યશ્રીની ઝંખના કેટલી તીવ્ર હતી તે આ ઉપરથી પણ સમજી શકાય છે.. ' મુનિ વલ્લભવિજયજી આ બધા પ્રસંગેના સાક્ષી હતા. વળી, દાદાગુના જ્ઞાન અને ચારિત્રના તેજથી શોભતા વ્યક્તિત્વને અને એમના જૈન સંઘના અભ્યદય માટેના ઉદાર વિચારોને ઝીલીને આ નવયુવાન મુનિ પિતાનું જીવનઘડતર અને વિચારઘડતર કરી રહ્યા હતા. અને એ રીતે દાદાગુરુની મંગળમય ભાવનાઓને સફળ કરવા માટે જાણે તેઓ પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. જૈન સંઘમાં પ્રવર્તતા અજ્ઞાન અને કુસંપ મુનિ વલભવિજયજીને પણ ખટકવા લાગ્યાં હતાં. એમનું અંતર જાણે ક્યારેક પૂછી બેસતું : કેવો ઉત્તમ ધર્મ અને કે સમર્થ સંધ! અને એની આ કેવી અવદશા ! જૈન સંઘમાં સરસ્વતી-મંદિરની સ્થાપના કરવાની પોતાની ઝંખનાને પૂરી કરવા શ્રી આત્મારામજી મહારાજ વિ. સં. ૧૯૫૨ (હિંદી ૧૯૫૩)ને ચોમાસા માટે ગુજરાનવાલા પધાર્યા. પરંતુ, કમનસીબે, આચાર્ય મહારાજશ્રી પોતાના આ અનેરને મૂર્ત કરવાને સક્રિય પ્રયત્ન કરે તે પહેલાં જ, વિ. સં. ૧૯૫ર ( હિન્દી ૧૯૫૩)ના જેઠ સુદિ સાતમની પાછલી રાત્રે, ગુજરાનવાલામાં, તેઓને સ્વર્ગવાસ થયે; અને જ્ઞાનવિસ્તારના એમના મનેર અધૂરા રહી ગયા ! પરંતુ કાળધર્મ પામવાની થેડીક ક્ષણે પહેલાં જ, મુનિ શ્રી વલ્લભવિજયજી, જેઓ આચાર્યશ્રીને શિષ્યના પ્રશિષ્ય થતા હતા, અને જેમના ઉપર આત્મારામજી મહારાજને અપાર હેત અને શાસનના ઉજજ્વળ ભાવી માટે અખૂટ આશા-શ્રદ્ધા હતી, એમની સાથેના અંતિમ વાર્તાલાપમાં પણ આચાર્ય મહારાજે સરસ્વતીમંદિરો ઊભાં કરવાની પોતાની ભાવનાનું પુનરુચ્ચારણ કર્યું હતું. આ પ્રસંગનું વર્ણન કરતાં “નવયુગનિર્માતા ' પુસ્તક (પૃ. ૪૧૧) માં કહેવામાં આવ્યું છે કે “તમને સૌને મારું છેલ્લું વિવેદન એ જ છે કે મારાં અધૂરાં રહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy