SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસ શ અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અને નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુ:ખની ચક્કીમાં પિસાઇ રહ્યાં છે. એમના પાસે થોડાંઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઇ ગયાં; હવે તે તે વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તે દુ:ખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતા રહેશે. તા જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધમી ભાઈ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે. ( વિ. સં. ૨૦૦૮; મુંબઇ ) બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે દુર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે, અને જૈન શાસનની વૃદ્ધિને માટે જૈન વિશ્વવિદ્યાલય નામે એક સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનેાના વધારો થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુ:ખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઇચ્છું છું. (વિ. સં. ૨૦૦૯; મુંબઇ ) આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લીમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભાગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી ચાટીવાળા જમતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી ઘઢીવાળા જન્મતાં. જન્મ લીધા પછી જેવા જેના આચાર તેવા તેને રંગ ચઢે છે. આત્મા તે બધામાં એકજ છે. સર્વ માક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ (વિ. સં. ૨૦૦૨; માલેરકટલા) -શ્નો વિજયવલ્લભસૂરિજી Jain Education International 1P. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy