SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય મંગલમય બનાવીને તેઓ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના ઉત્તમ પ્રતિનિધિ, અને. આદર્શ ધર્મગુરુ તથા લોકગુરુ બની ગયા. ધર્મસંસ્કારિતાની ભૂમિ: ગુજરાત પુરાણપ્રસિદ્ધ ગૂર્જરભૂમિની ભવ્યતાને ઇતિહાસકાળ વધું ભવ્ય. બનાવી. પુરાતન સમયમાં અને ઈતિહાસયુગમાં એવા અનેક સાધંકા, સંત, સતીઓ, શરાઓ, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ અને રાજવીઓ એ ભૂમિમાં થઈ ગયાં, કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતાં જ રહ્યાં. સંકે સકે અને ક્યારેક તે દરેકે દસંકે આવી ધર્મશર, કર્મશર અને સેવાપરાયણ વ્યક્તિઓ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાક્તી જ રહી છે, અને માતા, ગુર્જરીના કીર્તિ મંદિરને વધુ ને વધુ શોભાભર્યું બનાવતી જ રહી છે. આમ તો ગૂર્જરભૂમિ એ ભારતભૂમિનું જ એક અંગ છે; અને ગુજરાતની સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિધારાનું જ એક ઝરણું છે. અને છતાં ગુજરાતની સંસ્કૃતિની આગવી કહી શકાય એવી વિશિષ્ટતા પણ છે. અને એ વિશેષતા એને ભારતીય સંસ્કૃતિના ભાલતિલક સમું ગૌરવભર્યું સ્થાન અપાવે છે. ગુજરાતની સંસ્કારિતાને કેડીઓ પુરાતન કાળ તેમ જ ઇતિહાસયુગ બંનેમાં વિસ્તરેલી જોવા મળે છે. પ્રાચીન યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અનાસક્તભાવે કર્તવ્યનું પાલન કરીને જીવનને કૃતાર્થ કરવાનો દિવ્ય સંદેશ આપે. એમના જ કુટુંબી શ્રી નેમિકુમારે અજબ ઇતિહાસ સર : કરુણાભાવથી પ્રેરિત થઈને એમણે લગ્નના લીલા તરણેથી પાછા ફરીને વૈરાગ્યને આશ્રય લીધા અને સંયમને કઠોર માર્ગ સ્વીકાર્યો. રૈવતાચળ ( ગિરનાર)ની ગિરિકંદરાઓ, એમની સાધનાભૂમિ બની, અને ઉત્કટ જીવનસાધને દારા તેઓ બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ તરીકે અમર થઈ ગયા. ઈતિહાસયુગ. પહેલાંની આ ઘટના. એમણે આપેલે કરણ અને વૈરાગ્યને વાર ગુજરાતની ધરતીને ભાવી ગય; એ વારસાને પણ ગુજરાતની ભૂમિ અનુકૂળ લાગી. પરિણામે ગુજરાતની જનતાનાં અંતર છેક પુરાતન કાળથી તે અત્યાર સુધી જીવદયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy