________________
સમયદશી આચાર્ય
નિવારણના ઉપાયની શોધ. આવા આત્મસાલંકા પોતે પણ તરી જાય અને દુનિયાને પણ તરવાને ઉપાય ચીંધી જાય.
આવો આત્મસાધક, પિતાનાં સુખ-દુઃખ અને એનાં કારણેને સમજતાં સમજતાં, જગતના બધા જીવો સાથે હમદર્દી કેળવવા લાગે. એને થાય કે જેમ મારે આત્મા જીવિતને વાંછે છે, મરણથી ભય પામે છે અને દુઃખ-દીનતાને બદલે સુખ-સમૃદ્ધિને ઝંખે છે, એવું જ સંસારના બધા. જીવો માટે સમજવું. આનું નામ જ સમભાવ કે આત્મૌપસ્ય.
સમભાવની આવી લાગણી સાધકને બીજા ના દુઃખના લેશમાત્ર પણ નિમિત્ત બનવાના દોષથી દૂર રાખીને એને અહિંસામય બનવાની પ્રેરણા આપે છે; અને બીજા જીવોના સુખ માટે પોતાનાં તન-મન-ધન અને સર્વસ્વને સહર્ષ સમર્પિત કરવાની કણું પ્રગટાવે છે.
અહિંસા અને કરુણાના વિકાસ અને આચરણમાં જરા સરખી પણ ખામી આવવા ન પામે એટલા માટે સાધકે સતત જાગૃત રહીને રાગ અને ઠેષથી પર થવાને–વીતરાગ બનવાને–પુરુષાર્થ કરે પડે છે.
- સાધકની સાધના પૂરી થતાં સમતા, અહિંસા અને વીતરાગતા પરિપૂર્ણ બને છે; એ ત્રણે એકબીજાના પર્યાય (નામાંતર) રૂપ બની જાય છે. એનું નામ જ મોક્ષ. - સમતાની ગંગાનું ઉદ્ગમ સ્થાન છે અહિંસા. તેથી આત્મભાવના સાધકે, સત્યનું દર્શન પામવા પ્રયાસ કરતાં કરતાં, વિશ્વના બધા જીવો સાથે મૈત્રીભાવ કેળવવા, પિતાની સાધનાના કેન્દ્રમાં અહિંસાની પ્રતિષ્ઠા કરવાની હોય છે.
અને અહિંસાની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી દેવાને મુખ્ય ઉપાય છે સંયમ અને તપ. જ્યારે સાધના કરતાં કરતાં જીવનમાં અહિંસા, સંયમ અને તપને ત્રિવેણીસંગમ સધાય છે, ત્યારે જીવન મંગલમય–સર્વકલ્યાણકારી બની જાય છે. તેથી જ તત્ત્વદ્રષ્ટાઓએ અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહેલ છે. (ઘો મંત્રમુક્તિ અહિંસા સનમ તરો –શ્રી દશવૈકાલિક સૂત્ર).
જૈન પરંપરા આવા ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના સાધંધાની જ પરંપરા છે. અનેક શ્રમણ શ્રેષ્ઠ, શ્રમણીરત્નો, શ્રાવકશ્રેષ્ઠ અને શ્રાવિકારને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org