SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાર્ય ૧૩૫ છેલી એક જ ઝંખના? ગુરુદેવનાં દર્શન કર ! પંન્યાસ લલિતવિજયજીએ મહારાજશ્રાને ખબર આપ્યા. આચાર્યશ્રી તત્કાળ ત્યાં પહોંચી ગયા. સિંઘીજીએ છેલે ગુરુદેવનાં દર્શન કરીને પરલેક પ્રયાણ કર્યું. આચાર્યશ્રીએ એમને અંજલિ આપતાં કહ્યું : “આજે આપણે સમાજને સાચો સેવક ચાલ્યો ગયે ! ગોવાડમાં જ્ઞાનની ત પ્રગટાવવા એમણે પિતાના લોહીનું એક એક ટીપું રેડયું હતું.” (૧૦) શત્રુંજય જઈને દાદાનાં દર્શન કરવાની ભાવના તો આચાર્યશ્રીના રમમમાં સદા ધબકતી રહે. વિ. સં. ૧૯૮૯નું ચોમાસું પાલનપુરમાં કર્યું. મારું ઊતરતાં પાલીતાણું તરફ વિહાર કર્યો. વચમાં જગાણુમાં સમાચાર મળ્યા કે પાટણમાં મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ બીમાર થઈ ગયા છે. ભાવના કરતાં કર્તવ્યને ઊંચું માનનાર આચાર્યશ્રી પાલીતાણા તરફ આગળ વધવાને બદલે તરત જ પાટણ પહોંચી ગયા, ત્યારે જ એમને નિરાંત થઈ. (૧૧) વિ. સં. ૧૯૯૫નું ચોમાસું રાયંકટમાં કરવાનું નક્કી કર્યું, અને આચાર્યશ્રી ત્યાં પહોંચી પણ ગયા. એવામાં પંજાબ સંઘના આગેવાનોએ આવીને કહ્યું કે અહીં રહેવું સલામત નથી. પત્રિકા વહેચાઈ છે કે આ ગામમાં તોફાન થવાનું છે. આચાર્યશ્રીએ સ્વસ્થતાપૂર્વક વાત સાંભળી અને કહ્યું, “એવો ભય રાખવાની કશી જરૂર નથી. અહીંના શીખે અને મુસલમાનોને પણ આગ્રહ છે કે અમારે અહીં જ ચોમાસું કરવું.” અને આચાર્યશ્રીએ ત્યાં જ સ્થિરતા કરી. એક દિવસ વ્યાખ્યાનમાં એક શખભાઈએ કહ્યું, “મહારાજ, હું એક મહિના સુધી મંદિરના દરવાજા વગેરેનું કામ કરીશ, અને એના જે પૈસા મળશે તે મંદિરના ફાળામાં આપી દઈશ.” અઢારે આલમના જનસમૂહ સાથે આચાર્યશ્રીએ આવી એકરૂપતા સાધી હતી ! રાજાઓ સાથે પરિચય–આચાર્યશ્રીને જ્ઞાન-ચારિત્રથી શોભતા જીવન અને અંતરસ્પશી ધર્મપ્રવચનેથી અનેક રાજાઓ અને રાણીઓ તેમ જ એમના દીવાને પ્રભાવિત થયાં હતાં. એમાં નાભા, નાંદેદ, વડોદરા, લીંબડી, સૈલાના, જેસલમેરના રાજા-મહારાજાઓ; ઉદેપુરના મહારાષ્ટ્ર, પાલનપુર, માલેરકટલા, માંગરોળ, રાધનપુરના મુસલમાન નવા, વડોદરા, ભાવનગર, લીંબડી, ખંભાત વગેરેના દીવાને અને બીકાનેર, કાશ્મીર વગેરેની મહારાણીએ મુખ્ય હતાં. આ બધાં સાથેના પ્રસંગો પણ આચાર્યશ્રીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy