________________
સમયદી આચાય
૧૨૫
બનવી જોઈતી હતી. પણ, ખેદ સાથે કહેવું પડે છે કે, આ અહિંસક લડતનું અને એના સમર્થ સુકાની મહાત્મા ગાંધીના કાર્યનું આવું સાચુ અને સહધ્યતાભયું" મૂલ્યાંકન આપણા શ્રમણસમુદાયને મેટા વર્ગ આંકી ન શકયો; એટલુ` જ નહિ, અહિંસાના પરપરાગત, પારિભાષિક અને સંકુચિત અર્થઘટનમાં જ અટવાઈને અહિંસાના આ નૂતન પ્રયોગની અને ગાંધીજીની ટીકા કરવામાં જ એ રાચતા રહ્યો.
આમ છતાં જૈન સંઘના બધા ફિરકાઓના ધર્મનાયકામાં ભલે થાડાક પણ એવા દીદી અને ગુણગ્રાહી ધર્મ નાયકે! પણ હતા કે જેઓ આ અહિંસક લડતનું અને મહાત્મા ગાંધીના કાર્યનું મહત્ત્વ સમજી શકા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આવા જ એક દીધી, ગુણગ્રાહી અને રાષ્ટ્રપ્રેમી ધર્માંનાયક હતા. તેઓએ એક પ્રસ ંગે કહ્યું હતું ——
મહાત્મા ગાંધી રાષ્ટ્રના કલ્યાણ માટે જ જીવ્યા હતા. આપણે બધા જેને જિનેશ્વર દેવના અનુયાયી છીએ. હિંદુ, મુસલમાન, ઈસાઈ, પારસી વગેરે બધાએ રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવાના છે. ક્રોધ, માન, માયા, લાભ બધાય પ્રાણીઓમાં છે. એના ઉપર વિજય મેળવવા માટે મનુષ્યજન્મ મળ્યા છે. અહિંસાનું પાલન કરવાથી આ મનુષ્ય જન્મ સફળ અને ધન્ય બનશે. ”
જ આ
**
અસહકારના યુગ શરૂ થયા ત્યારથી જ આચાય શ્રીએ ખાદીનેા ઉપયેગ શરૂ કર્યા હતા અને પરદેશી વસ્તુઓના મેહમાં ન પડતાં ગમે તેવી પણુ સ્વદેશી વસ્તુઓને ઉપયોગ કરવાની જ તેઓ પ્રેરણા આપતા હતા. વળી, દેશની સ્વતંત્રતાની અહિંસક લડતમાં સાથ આપવામાં જૈન સમાજ પછાત ન રહે એ માટે પણ તેએ સમાજને જગાડતા રહેતા હતા.
દેશની આઝાદી અને એકતાનું મહત્ત્વ સમજાવતાં તેઓએ કહ્યું હતું કે—
“ આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણુ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભાગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તા વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશેા. હિંદુ નથી ચાટીવાળા જન્મતા, મુસલમાને નથી સુન્નતવાળા જન્મતા, શાખ નથી. દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા સંસ્કાર અને જેવા જેના આચાર તેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org