SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ - સમયદશી આચાર્ય ૧૧૫ (૨) વિ. સં. ૧૯૭૧માં સુરતમાં શ્રાવિકાશ્રમ સ્થાપવાની જરૂર સમજાવતાં મધ્યમવર્ગની સ્થિતિનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે–“સાત ક્ષેત્રોમાં ચાર ક્ષેત્ર (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સાધક છે, અને ત્રણ ક્ષેત્ર જિનપ્રતિમા, જિનમંદિર અને જ્ઞાન) સાધ્ય છે. જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રોની પ્રભાવના ઉત્તરોત્તર વધતી જાય છે; પરંતુ સાધક ક્ષેત્ર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. એમાં પણ શ્રાવક અને શ્રાવિકા એ બે ક્ષેત્ર, જે બાકીનાં પાંચ ક્ષેત્રોનાં પોષક છે, એ વધારે ક્ષીણ થઈ રહ્યાં છે. સૌ એવું માને છે, અને એ વાત સાચી છે કે જેને ઘણું વધારે ધન ખરચે છે. પણ જે આપણે દુઃખી અનાથ બહેનોને વિચાર કરીશું તો જણાશે કે તેઓ બહુ દુઃખી છે. એમનાં દુઃખ દૂર કરવાને જૈનોએ ક્યારેય વિચાર નથી કર્યો.” (૩) વિ. સં. ૧૯૭૪માં આચાર્યશ્રીએ અમદાવાદમાં ઉબોધન કર્યું હતું કે—“હું નબળા સહધમભાઈઓને સહાયતા આપવી, એને જ સાચું સાધર્મિક વાત્સલ્ય કહું છું.” (૪) બામણવાડામાં મળેલ પરવાડ સંમેલનમાં આચાર્ય મહારાજે કહ્યું કે –“સમાજના ઉત્કર્ષને માટે અને આત્મકલ્યાણને માટે જ આ વેશ ધારણ કર્યો છે. આ જીવનમાં આત્મકલ્યાણ અને સમાજકલ્યાણનાં જેટલાં કાર્યો થઈ શકે એટલાં કાર્યો કરવાં એ અમારું કર્તવ્ય છે.” (૫) સમાજકલ્યાણ અંગેની સાધુઓની ફરજને ખ્યાલ આપતાં વિ. સં. ૨૦૦૧માં લુધિયાનામાં મહારાજશ્રીએ જણાવ્યું હતું કે – સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તે મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળે આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય ? આ શરીર તે માટે જ છે; તે છેવટની ઘડી સુધી તેને ઉપયોગ કરી લે જોઈએ ને! શરીર ક્ષણભંગુર હોવાથી એક દિવસ તે જવાનું જ. એટલે ત્યાં સુધી જેટલાં શાસનકાર્યો થઈ જાય તેટલાં કરી લેવા જોઈએ. જ્યાં સુધી આ નાડીમાં લેહી ફરે છે, હૃદયના ધબકારા ચાલે છે, ત્યાં સુધી એક સ્થળે બેસવાને નથી.” (૬) વિ. સં. ૨૦૦૫માં આચાર્યશ્રીની પ્રેરણાથી બીકાનેરમાં મહિલા ઉદ્યોગશાળાની શરૂઆત કરવામાં આવી. એ જ વર્ષમાં સાદડીમાં સાધમીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy