________________
સમયદ્રશી આચાય
૧૭
બહુ અવડે છે. આટલુ' જ નહીં, મેં તે એમ પણ સાંભળ્યું છે કે એક પક્ષના લેાકાએ જ મારું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. પણ તમારે જાણવું એઈએ કે જ્યાં ઝઘડા હેાય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છુ કે જ્યારે એ મટી જાય. ' છેવટે એ ઝઘડા પતી ગયેા.
( ૧૯ ) બુરહાનપુરના સંધમાં ઘણા કુસંપ હતા. વળી ત્યાં એક કુટુબમાં મા-દીકરા વચ્ચે પણ ખટરાગ ચાલતા હતા. પહેલાં સંધના કુસંપ દૂર કર્યો. પછી એક દિવસ એક સાધુને લઈને આચાર્યશ્રી પેલાં બહેનને ત્યાં પહોંચ્યા. પાસેના જ મકાનમાંથી એના દીકરા આવી પહેાંચ્યા. બન્ને વહેારવાની વિન ંતિ કરવા લાગ્યાં. મહારાજશ્રીએ કહ્યું : “ તમે મા-દીકરા બન્ને આપસના ઝધડા મિટાવી દ્યો તા હુ ગાચરી લઈશ. ” બંનેનાં દિવ નગી ઊઠયાં. વર્ષો જૂના કલેશ મિનિટામાં દૂર થઈ ગયા.
(૨૦) વાંકલી ગામની ચૌદ વર્ષ જૂની પક્ષાપક્ષી દૂર કરી. શિવગ જના પક્ષે વચ્ચે સમાધાન કર્યું.
(૨૧) વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનિ સમ્મેલનને સફળ બનાવવામાં આચાર્યશ્રીએ જે કાળા આપ્યા તે તેની એકતા પ્રત્યેની પ્રીતિનું જ પરિણામ છે.
(૨૨) વિ. સં. ૧૯૯૧માં ભરૂચમાં શ્રીમાળી અને લાડવા શ્રીમાળીએ વચ્ચેના કલેશ દૂર કર્યાં. બગવાડાના કલેશ પણ શાંત કર્યાં. આ પછી ભારા અને એની આસપાસનાં ૧૧ ગામાના ઝઘડાના નિકાલ કર્યો.
(૨૩) વિ. સ. ૧૯૯૬માં માલેરકેાટલાના ભાઈએ વચ્ચેના તેમ જ ત્યાંના નવાબ અને હિંદુ પ્રજા વચ્ચેને અબનાવ આચાર્યશ્રીની પ્રેરણાથી શ્ચમી ગયા.
(૨૪) પંજાબના ખાનકા ડાગરાના બન્ને પક્ષના ભાઈઓ આચાય શ્રીની રૂબરૂ જ લડવા લાગ્યા. આચાર્યશ્રીએ પેાતાનેા કપડા બિછાવીને એમને કહ્યું - “તમારે જે કંઈ કહેવું હેાય તે આમાં નાખી દ્યો. ’’ લડનારા સમજી ગયા. સંધમાં સંપ સ્થપાયા. ગુજરાનવાલામાં બે ભાઈઓ વચ્ચેના કલહ દૂર કર્યો.
(૨૫) હિરનપુર ગામમાં આત્મારામજી મહારાજના કુટુંબમાં કઈંક ક્લડ ચાલતા. એ કુટુંબમાં લાલા હર་સલાલજી વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ આચાર્યશ્રી પાસે આવ્યા. આચાર્યશ્રીને ભિક્ષા લેવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org