________________
સમયદશી આચાર્ય
૧૦૯. રહેલા કંઈક વેરવિરોધ અને ઝઘડાઓ શાંત થયા હતા. એના કેટલાક પ્રસંગે જોઈએ.
(૧) પિતાના સમુદાયની એકતા સાચવી રાખવાની પોતાની ફરજ અંગે એક વિ. સં. ૧૯૫૭માં, ત્રીસ વર્ષની ભરયુવાન વયે, મુનિ વલ્લભવિજયજીએ પંજાબના શ્રીસંઘને કહ્યું હતું કે, “ગુરુ મહારાજના સમુદાયને એકતાના સૂત્રથી બાંધી રાખવો એ મારા માટે તેમ જ તમે સહુને માટે અત્યંત જરૂરી છે. એ માટે તમે સૌ કામે લાગો.”
(૨) જયપુરમાં ખરતરગચ્છવાળાનું બહુ જોર હતું. તેથી તપગચ્છના સાધુઓનું ત્યાં રહેવું મુશ્કેલીથી બની શકતું. પણ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બધા ગ૭વાળાઓએ તેઓનું મોટું સ્વાગત કર્યું. અને તેઓના પુણ્યપ્રતાપે અને એકતાના પિષક જૈનધર્મના શુદ્ધ ઉપદેશથી બધા તેઓના બની ગયા.
(૩) એક વાર મહારાજશ્રી ખ્યાવરથી પીપલી ગામ ગયા. ત્યાં સ્થાનક વાસીઓ અને દેરાવાસીઓ વચ્ચે અણબનાવ હતો. તેના ઉપદેશથી એ દૂર થઈ ગયો અને બંને હળીમળીને રહેવા લાગ્યા.
(૪) વિ. સં. ૧૯૬૫માં આચાર્યશ્રી પાલનપુર ગયા. સંઘમાં વીસેક વર્ષથી બે પક્ષ પડી ગયા હતા. તેઓની સમજૂતી અને પ્રેરણાથી એ ઝઘડા દૂર થઈ ગયો.
(૫) આચાર્યશ્રી એક વાર શિહેરથી વળા ગયા. ત્યાં તપગચ્છ અને લોકાગચ વચ્ચે ઝઘડે પડ્યું હતું. ત્યાં થોડા દિવસ રોકાઈને એ ઝઘડાનું તેઓએ નિવારણ કર્યું.
(૬) વિ. સં. ૧૯૬૭ના મિયાગામના ચોમાસા દરમિયાન તેઓશ્રીના પ્રયાસથી કઠોર અને મિયાગામના સંઘે વચ્ચે કલેશ દૂર થયો.
(૭) ગુજરાતમાં વણછરા પરગણુનાં ૭૦ ગામના દશા શ્રીમાળીઓ વરચે કુસંપ હતો તે એ જ વર્ષમાં દૂર થયો.
(૮) વિ. સં. ૧૯૭૩માં મુંબઈમાં તેઓએ એકતાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, “તમે બધા જાણે છે કે અત્યાર જમાને કે છે ? લે કે એકતાને ઈરછે છે, પિતાના હકકો માટે પ્રયત્ન કરે છે, હિંદુમુસલમાન એકમત થઈ રહ્યા છે, અંગ્રેજ, પારસી, મુસલમાન અને હિંદુ ભેગા થાય - છે. આ રીતે દુનિયા આગળ વધતી જાય છે. આવા વખતમાં પણ, કહેતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org