________________
સમયદશી આચાર્ય
૧૦૭ તમારા જેવા દસ-વીસ નવલહિયા સમાજ-દેશના ઘડવૈયાઓ તૈયાર કરવાની જવાબદારી ક્યારે સ્વીકારશે ? તે દિશામાં પણ પ્રયત્ન કરવાની જરૂર છે.”
એ જ રીતે તા. ૮-૧૧-પરના રોજ મુંબઈમાં વિદ્યાલયમાં મળેલ સમેલનમાં વિદ્યાલયના વિશેષ વિકાસની પિતાની ઝંખનાને દર્શાવતાં તેઓએ કહ્યું કે
મુંબઈ શહેરમાં ઘણું ધનાઢયો અને ઉદારદિલ ગૃહસ્થ છે. છતાં મારી ભાવના મુજબ આ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ તેટલી ઉન્નતિ થઈ નથી. અ૫ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું છું કે હજી આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણનાં અનેક કાર્યો થાય. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપા શિક્ષણના કાર્યને વેગ આપે. તમારું ધન શિક્ષણ-પ્રચારના કાર્યમાં લગાડો એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે, હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.” (રિપોર્ટ ૩૮, પૃ. ૧૭).
અને છેલ્લે છેલે વિ. સં. ૨૦૧૦ના સંવત્સરી મહાપર્વના દિવસે, સ્વર્ગવાસના વીસેક દિવસ પહેલાં જ, જૈન સંઘને સંવત્સરીને સંદેશો આપતાં પિતાની જ્ઞાનપ્રસારની તીવ્ર ઝંખનાને વ્યક્ત કરતાં મહારાજશ્રીએ કહ્યું કે –
આજે આ મહાપર્વના દિવસે હું ચતુર્વિધ સંઘ પાસે આશા રાખું છું કે એ જેટલાં વહેલાં બની શકે એટલાં વહેલાં જેન યુનિવર્સિટીની સ્થાપના કરે.” - જૈન સમાજના આ યુગના વિકાસમાં આચાર્ય મહારાજની આ ઝંખનાને જે ફાળે છે, તેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. આવી ઝંખના કરનાર સંતપુરુષનું સંઘનાયકપદ ચરિતાર્થ થઈ ગયું.
આચાર્ય પ્રવરની આ ઝંખના અને એ માટેની પ્રવૃત્તિને બેધપાઠ એ છે કે –
- હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટા અને અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટયા વગર નહિ રહે. આ ઝંખના સહુને પાવન કરે છે અને પ્રગતિનો માર્ગ દર્શાવે છે. સમાજની પ્રગતિના શ્રીગણેશ સરસ્વતીના ચરણેની સેવાથી જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org