________________
સમયદશી આચાર્ય .
૧૦૫ સંઘ, ધર્મ અને દેશનું કલ્યાણ થશે. તેથી આપ બધા એક વિદ્યાથીફંડ શરૂ કરે. દરેક સંક્રાતિ ઉપર જે ભાઈઓ-બહેનો આવે તેઓ બધાં આ સહાયક ફંડમાં પિતા તરફથી એક એક રૂપિયે જરૂર આપે, કેમ કે “ ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત સાચી છે. આટલી રકમ કેઈને ભારરૂપ નહીં લાગે; અને એથી અનેક વિદ્યાથીઓને વિદ્યાનો લાભ મળશે.”
(૧૨) વિ. સં. ૨૦૦૫માં ફલોદી તીર્થમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “મારે તે જૈન સમાજના દાનવીરને અનુરોધ છે કે તેઓ પોતાના ધનથી તીર્થસ્થાનેમાં વિદ્યાલયો સ્થાપે. આથી તીર્થોનું તે રક્ષણ થશે જ, સાથે સાથે આસપાસનાં ગામોનાં બાળકને ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણ પણ મળશે, અને સમાજ સુશિક્ષિત થશે.”
(૧૩) વિ. સં. ૨૦૦૬ના માસામાં આચાર્યશ્રીના ઉપદેશથી પાલનપુરમાં દેઢ લાખ રૂપિયા જેટલું શ્રી આત્મવલ્લભ જેને કેળવણી ફંડ થયું.
(૧૪) વિ. સં. ૨૦૦૭માં આચાર્યશ્રી કદંબગિરિ તીર્થની યાત્રાએ ગયા. ત્યાં તેઓએ સૂચવ્યું કે “અહીં આ શાંત વાતાવરણમાં કઈ સાધુવિદ્યાપીઠ કે કોઈ જૈન ગુરુકુળ સ્થાપવું જોઈએ, જેથી સ્વ. આચાર્ય (શ્રી વિજયનેમિસૂરીશ્વરજી) મહારાજનું કાયમી મારક બને. ”
(૧૫) વિ. સં. ૨૦૦૮માં ઝઘડિયામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના સ્થાપના થઈ.
(૧૬) એ જ વર્ષમાં સુરતમાં શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણકને દિવસે આચાર્યશ્રીએ કહ્યું કે, “વ્યાવહારિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણું મળે એટલા માટે આપણે છાત્રાલયો, પાઠશાળાઓ, હાઈસ્કૂલ, કોલેજો અને જેન યુનિવર્સિટીની સ્થાપના કરવી જોઈએ. એના વિના આપણું કલ્યાણ નથી.”
(૧૭) એ જ વર્ષમાં કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના છ-સાત ભાઈએ આચાર્યશ્રીને થાણુમાં મળ્યા. તેઓએ કન્યા છાત્રાલય સ્થાપવાની પિતાની ઈચ્છા દર્શાવી. આચાર્ય મહારાજે તેઓને આશીર્વાદ આપતાં કહ્યું : '
- “ અત્યારે સ્ત્રીશિક્ષણની ઘણું જરૂર છે. જે માતાઓ સંસ્કારી, શિક્ષિત, બહાદુર અને નિર્ભય હશે તો એમની સંતતિ પણ એવી જ થશે. આ કન્યા વિદ્યાલયને માટે દાન આપવાવાળા ગૃહસ્થાને ધન્ય છે. તમારા કામને મારા મંગલ આશીર્વાદ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org