________________
સમયદશી આચાર્ય મુંબઈ નગરીને અને મુંબઈ નગરી દ્વારા આખા સંઘને આચાર્યશ્રી જેવા નિર્મળ, શાણું અને હિતચિંતક સંધનાયકને જે લાભ મળે તે ઈતિહાસને પાને સોનેરી અક્ષરોથી સદાને માટે અંકિત થઈ રહેશે; અને ધર્મભક્તિ, સંઘરક્ષા અને સમાજસેવાની પ્રેરણું આપતો રહેશે.
આચાર્યપ્રવર જેવા પારસને સ્પર્શ પામીને મુંબઈ નગરી ધન્ય બની ગઈ !
અન્ય સ્થાનેને લાભ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું મેટા ભાગનું કાર્યક્ષેત્ર ભલે પંજાબ રહ્યું હોય, અને પિતાની સમાજના ઉત્કર્ષની ભાવનાને વિશેષ પ્રોત્સાહન મળે એ દષ્ટિએ ભલે તેઓએ મુંબઈને પણ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હોય, છતાં, ગમે ત્યાં રહેવા છતાં, તેઓ આખા દેશના જૈન સંઘના રક્ષણ અને અભ્યદયની ચિંતા સેવતા રહેતા હતા, એ માટે સમાજને પ્રેરણું આપતા રહેતા હતા અને પિતાની શક્તિ કે સગવડની ચિંતા કર્યા વિના એ માટે પ્રયત્ન કરતા રહેતા હતા. છેવટે તે પોતે દેશવ્યાપી જૈન સંઘના ધર્મગુરુ છે એમ સમજીને પોતાની જવાબદારીની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય એની તેઓ સતત જાગૃતિ રાખતા હતા. સંધકલ્યાણ અને આત્મકલ્યાણને તેઓએ પોતાના જીવનમાં એકરૂપ બનાવી દીધાં હતાં. સર્વ કલ્યાણકારી યોગસાધના કે સંયમસાધનાનું જ આ પરિણામ હતું ? ન કેઈથી દ્વેષ, ન કોઈ પ્રત્યે પક્ષપાત, ન કેઈની ઈર્ષ્યા-અસૂયા કે ન કોઈની નિંદા–બદબોઈ.
તેથી જ આચાર્ય મહારાજના ધર્મ પ્રવર્તનમાં અને સેવાવ્રતમાં સર્વ પ્રદેશે અને સર્વે સંઘોને સમાન આદર અને સ્થાન મળતાં હતાં. આચાર્ય મહારાજના વિહારની અને ચતુર્માસની વિગતે જોઈએ તે એમાં સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પણ સમાવેશ થયેલો જોવા મળે છે. એ બધાં
સ્થાનને આચાર્યશ્રીની ઉદાર ધર્મદષ્ટિ અને વ્યાપક સેવાભાવનાને કંઈક ને કંઈક પણ લાભ મળતો જ રહ્યો. એમની પ્રેરણાથી ઠેર ઠેર સ્થપાયેલી નાની-મોટી શિક્ષણ સંસ્થાઓ કે સમાજકલ્યાણના દયેયને વરેલી સેવાસંસ્થાઓ આ વાતની સાક્ષી પૂરે છે. મેઘ તે જ્યાં પણ વરસે ત્યાંની ધરતી કુંજકુંજાર બની જાયઃ આચાર્ય મહારાજનાં પગલાં પણ એવા જ કલ્યાણકારી હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org