________________
સમયદશી આચાર્ય પાલીતાણું જાઉં અને મન ભરીને દાદાનાં દર્શન કરું. ત્યાંથી વિહાર કરીને પંજાબ જાઉં. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું અને ત્યાંની પવિત્ર ભૂમિમાં જ આ પૌગલિક શરીરનો ત્યાગ કરું. આ મારી ઇચ્છા છે... શું એ પૂરી થશે ?” બેલતાં બોલતાં ફરી પાછાં નેત્રો સજળ બની ગયાં. એ દૃશ્ય નીરખનારા ધન્ય બની ગયા.
પણ એ સવાલ જવાબ કેણ આપી શકે ? એ ઇચ્છા તો પૂરી ન થઈ–આ દેહે પૂરી ન થઈ ! પણ કેમ કહી શકીએ કે એ પૂરી ન થઈ ? એક દેહમાંથી મુક્ત બનીને એ ઈચ્છા સર્વવ્યાપક બની ગઈ, અને આવી ઉમદા ભાવના ભાવનાર પવિત્ર આત્માની શાશ્વત કીર્તિગાથા બની રહી !
આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજીએ પંજાબની સાથે આવી એકરૂપતા સાધી હતી. - પંજાબને પિતાની કર્મભૂમિ બનાવીને આચાર્યપ્રવર કંઈ એકલા વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ ગુરુ નહેતા રહ્યા, પંજાબમાં વસતા સૌકોઈ પ્રત્યે એમને વાત્સલ્ય હતું અને સૌનું ભલું કરવાની એમની ભાવના હતી. આવી મંગલ કામનાને પડશે. પણ એવો જ સારે પડ્યો : પંજાબવાસીઓને પણ આચાર્ય પ્રત્યે એટલી જ ભક્તિ અને આદરભરી પ્રીતિ હતી. પંજાબના બધા ફિરકાના જૈન મહાનુભાવોએ તેમ જ અન્ય ધમ સજજનેએ પણ આચાર્યશ્રી પ્રત્યેની પિતાની આવી ભક્તિ પ્રદશિત કર્યાના અનેક હૃદયસ્પર્શી પ્રસંગે, ગગનમંડળને તેજસ્વી તારાએની જેમ, આચાર્ય મહારાજના જીવનને શોભાયમાન કરી રહ્યા છે. એ બધાનો સાર એ કે પંજાબની ભૂમિની ભક્તિ અને આચાર્ય મહારાજના અંતરની ભક્તિને સુભગ સંગમ સધાયો હતો અને એ સંગમને તીરે પંજાબ કૃતાર્થ બન્યું હતું.
- ૧૫
મુંબઈને અને મુંબઈ મારફત સમાજને લાભ
અલબેલી મુંબઈ નગરી તે ચર્યાશી બંદરના વાવટા ગણાય છે, અને આંતરરાષ્ટ્રીય નગર હોવાનું ગૌરવ મેળવી શકે એવું એ પચરંગી અને વિવિધ સંસ્કૃતિઓના અનુયાયીઓનું અને પ્રવાહનું મિલનસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org