________________
પ્રસ્તાવના
પ્રમાણમાં લઘુકાય કહી શકાય તે જ્યોતિષ્કરંડક ગ્રંથના પ્રસ્તુત સંપાદન–પ્રકાશનનું મહત્ત્વ ભારતીય જ્યોતિષની દૃષ્ટિએ ઘણું છે. આ હકીક્ત પ્રસ્તુત પ્રસ્તાવનામાંથી જાણી શકાશે. જ્યોતિષ્કરંડકની મૂલવાચના અને તેના કર્તા
આ ગ્રંથની સંપૂર્ણ વાચના આપણા અમૂલ્ય પ્રાચીન ગ્રંથભંડારોમાંના બે હસ્તલિખિત ગ્રંથભંડારોમાં આજ દિન સુધી સચવાયેલી હતી, પણ તેની સર્વપ્રથમ માહિતી, આજીવન અનવરતશાસ્ત્રસંશોધનનિરત મારા અનન્ય ઉપકારી ગુરુદેવ વિરેણ્ય આગમપ્રભાકર શ્રુત-શીલવારિધિ દિવંગત પૂજ્યપાદ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજજીએ આપી. પૂજ્યપાદ આગમપ્રભાકર મહારાજે તેમના તલસ્પર્શી સાહિત્યસંશોધનના કાર્યકાળમાં અનેક જૈન-અજેન અજ્ઞાત ગ્રંથોની માહિતી આપીને જ્ઞાનોપાસના તો કરી જ છે, તદુપરાંત અભ્યાસીવર્ગ તથા જ્ઞાનભક્ત વર્ગ ઉપર તથા પ્રકારનો ચિરંજીવ ઉપકાર પણ કર્યો છે.
પ્રસ્તુત ગ્રંથની રચના, “સૂર્યપ્રાપ્તિ’ નામક જૈન ઉપાંગસૂત્રમાં પ્રરૂપિત વિષયના આધારે કરવામાં આવી છે. આ હકીક્ત જ્યોતિષ્કડકના કર્તાએ જણાવી છે. જુઓ ગાથા ૭ અને ૪૦૪.
| વિક્રમના બારમા શતકમાં થયેલા અનેક શાસ્ત્રોના મર્મજ્ઞ વ્યાખ્યાકાર આચાર્ય શ્રી મલયગિરિ સૂરિએ પ્રસ્તુત જ્યોતિષ્કરંડક ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં વૃત્તિ રચી છે. આ વૃત્તિ સહિત જ્યોતિષ્કરંડક ગ્રંથને, પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરિ મહારાજે સંપાદિત કરીને ઈ. સ. ૧૯૨૮માં ઋષભદેવજી કેશરીમલ સંસ્થા-રતલામ-દ્વારા પ્રકાશિત કરેલ છે. આ મુદ્રિત વૃત્તિને તથા પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓને જોતાં સ્પષ્ટ થાય છે કે જ્યોતિષ્કરંડક ગ્રંથની સંપૂર્ણ વાચના તેના વૃત્તિકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિને પણ મળી ન હતી. વૃત્તિસમ્મત વાચનાની પહેલી ગાથા “મુળ તાવ સૂરપત્તિવOUTi'થી જ ફલિત થાય છે કે, આ ગાથાની પૂર્વે જિજ્ઞાસારૂપે પ્રશ્નનું નિરૂપણ હોવું જોઈએ. અહીં વૃત્તિકારે સૂચિત પ્રશ્નના ભાવને, પૂર્વાચાર્યે જણાવેલ ઉપોદઘાતરૂપે જણાવેલ છે. તથા વૃત્તિસમ્મત વાચનાના પ્રારંભમાં મંગલરૂ૫ ઈષ્ટદેવતાનમસ્કાર નથી તેનું સમાધાન પણ વૃત્તિકારે કરેલ છે. આથી અનુમાન કરી શકાય કે, વૃત્તિકાર આચાર્ય શ્રી ભલયગિરિસૂરિને પ્રસ્તુત ગ્રંથના પ્રારંભની છ ગાથાઓ નહીં મળી હોય. આમ છતાં પ્રારંભની ૨ થી ૬ ગાથાના ભાવને વૃત્તિકાર નોંધે છે, તે વસ્તુ વિશેષ વિચારણીય છે.
અહીં જણાવેલ જ્યોતિષ્કરંડકની મુદ્રિત વૃત્તિમાં મૂલગ્રંથની ગાથાસંખ્યા ૩૭૬ છે. જ્યારે પ્રસ્તુત પ્રકાશનમાં મૂલગ્રંથની ૪૦૫ ગાથા છે. જ્યાં જ્યાં મૂલગાથા અધિક છે ત્યાં ત્યાં પ્રસ્તુત ગ્રંથના સંપાદકજીએ ટિપ્પણુમાં નોંધ આપેલી છે.
પ્રસ્તુત ગ્રંથની અંતિમ ૪૦૫મી ગાથામાં જણાવ્યા પ્રમાણે “જ્યોતિષ્કરંડક મૂલગ્રંથના કર્તા પાદલિપ્તસૂરિ છે એમ સ્પષ્ટ થાય છે. આમ છતાં સંતવૃત્તિકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ,
અમારા પ્રસ્તુત પ્રકાશનની ૨૮મી “મધ સુક્ષમા વસ્ત્રો” ગાથા મુદ્રિત વૃત્તિના સંપાદકજીએ મૂલગાથારૂપે ન લેતાં વૃત્તિગત ગ્રંથાન્તરની અવતરણગાથારૂપે સ્વીકારી છે, જુઓ મુદ્રિત વૃત્તિ પૃ. ૫૧ પંક્તિ ૧૩ મી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org