SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સંબંધમાં કોઈકવાર મહત્વની માહિતી જણાવીને મને અનુગ્રહીત કર્યો છે. આ ઉપકાર માટે હું તેઓશ્રીને સવિનય વંદના કરીને તેમના પ્રત્યે મારી શાશ્વત ઋણીભાવ દર્શાવું છું. ૧. પૂજ્યપાદ પચાસજી શ્રી પ્રદ્યુમ્નવિજ્યજી મહારાજસાહેબે મને, પ્રસ્તુત ગ્રંથના સંસ્કૃતમાં લખેલા વિષયાનુક્રમને મુદ્રણ પહેલાં જોઈને તથા વિષયાનુક્રમમાં પ્રફ વાંચીને તેમ જ ઉપયોગી પરામર્શ આપીને સહાય કરી છે. ૨. પૂજ્યપાદ પન્યાસજી શ્રી નિત્યાનંદવિજ્યજી મહારાજસાહેબે પ્રસ્તુત ગ્રંથગત તિથોરી પ્રકીર્ણકના કેટલાક પાઠોના સંબંધમાં નિર્ણય માટે સહાય કરી છે. આ માટે હું સવિનય વંદના કરીને આ બન્ને પૂજ્ય પુરુષોનો ઉપકાર માનું છું. ૧. ભારતીય દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ–ના નિવૃત્ત મુખ્ય નિયામક (હાલમાં માનદ સલાહકાર) વિદ્વદર શ્રી દલસુખભાઈ માલવણિયાએ, મારી ડાબી આંખે ઓપરેશન કરાવેલું તે સમયમાં પ્રસ્તુત ગ્રંથના ૧૪થી ૧૮ ફાર્મ (પેજ ૨૦૯થી ૨૮૮)નાં આદિથી મુદ્રણની મંજૂરી સુધીના પૂર વાંચી આપ્યાં છે તથા આ પ્રસ્તાવના લખાયા પહેલાં અને લખાયા પછી પણ સંપૂર્ણ વાંચીને મને ઉચિત સૂચન કર્યું છે. ૨. મારી જમણી આંખે ઑપરેશન કરાવેલું તે સમયમાં ૫૦ શ્રી બાબુભાઈ સવચંદ શાહે પ્રસ્તુત ગ્રંથના ૨૬ થી ૩૦ ફાર્મ (પેજ ૪૦૧થી ૪૮૦)નાં આદિથી મુદ્રણની મંજૂરી સુધીના પ્રફ વાંચ્યાં છે તથા મુદ્રણ પહેલાંના વિષયાનુક્રમને વાંચીને ઉચિત સૂચન કર્યું છે. ૩. ભારતીય દર્શનશાસ્ત્રના અધિકારી વિદ્વાન અને લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ-ના મુખ્ય નિયામક ડો. નગીનદાસ જી. શાહે મારી આ ગુજરાત અંગ્રેજી અનુવાદ કરી આપ્યો છે તથા લા. દ. વિદ્યામંદિરના ગ્રંથસંગ્રહની સામગ્રીનો ઉપયોગ કરવા માટે મને સંપૂર્ણ અનુકૂળતા કરી આપી છે. ૪. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત જૈન-આગમ– પ્રકાશન–ગ્રંથમાલાના કાર્યની અસાધારણું આવશ્યકતાને અનેક વાર સક્રિય રીતે સૂચવનાર મારા સમ્માન્ય માયાળ મુરબ્બી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ, તેમની અસ્વસ્થ તબિયત છતાં, મારી આ પ્રસ્તાવનાને મુદ્રણ પહેલાં સાંભળવા માટે મને સૂચન કર્યું. તદનુસાર તે સાંભળીને યોગ્ય સૂચનપરામર્શ આપીને મારા ઉપર મમતા દર્શાવી છે. ૫. યોગાનુયોગ મારી દીકરીના લગ્ન પ્રસંગે મારા મહેમાન થયેલા નિકટના મિત્ર સુખ્યાત વિદ્વાન ડૉ. ભોગીલાલ જ. સાંડેસરાએ પણ આ પ્રસ્તાવના વાંચીને કોઈક સુધારા સૂચવેલ છે. આત્મીય સહકાર બદલ હું આ પાંચે ય વિદ્વાનોન, બહુમાનની લાગણીપૂર્વક આભાર માનું છું. જૈન-આગમ–પ્રકાશનના કાર્યને વેગ આપવા માટે નિરંતર પ્રયત્ન કરનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રી મહોદયો–શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, અને શ્રી જગજીવનદાસ પોપટલાલ શાહ, તથા શ્રી જૈન-આગમ–પ્રકાશન સમિતિના સદ્ગહસ્થોએ મને આગમ–સંશોધનનું કાર્ય કરવામાં ઉત્સાહિત કર્યો છે, આ માટે તેઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને બહુમાનપૂર્વક ધન્યવાદ જણાવું છું. શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા (ડાયરેકટર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ, મને પ્રસ્તુત સંપાદન કાર્યમાં અંતરે અંતરે પત્રો દ્વારા હંફ આપી છે તથા જૈન-આગમ–પ્રકાશનના પ્રત્યેક કાર્યમાં સતત જાગરૂકપણે સહકાર આપ્યો છે, આ માટે હું તેમની શુભકરણની અનુમોદનાપૂર્વક તેઓ પ્રત્યે ભારે અંતરને તાભાવ દર્શાવું છું. મુંબઈના સુખ્યાત મોજ પ્રિન્ટિગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત તથા અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy