________________
પ્રકાશકીય નિવેદન દ્રવ્યસહાય માટે પ્રેરણા આપનાર પૂજ્ય મુનિરાજેનો અને સૂચિત દ્રવ્યસહાય કરનાર શ્રીસંઘો, જ્ઞાનખાતાંઓ અને ધર્મનિષ્ઠ બંધુ-ભગિનીઓનો, અનુમોદનાપૂર્વક અમે હાર્દિક આભાર માનીએ છીએ.
બધા મૂળ પવિત્ર આગમસૂત્રોને સંશોધિત, સંપાદિત કરી પ્રગટ કરવાની જૈન આગમ ગ્રંથમાળાની યોજનાના પ્રણેતા શ્રતશીલવારિધિ દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાથે દાયકાઓના ભક્તિભર્યા ગાઢ પરિચયને કારણે શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક આગમ સંશોધન-સંપાદન કાર્યના અધિકારી બનેલ છે. (પરિણામે શાસનહિતકારી પ્રવૃત્તિના પ્રારંભથી તેઓનો અવિરત સહકાર મળી રહ્યો છે.) પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજે પોતાની હયાતીમાં ૫ણણય–પ્રકીર્ણકોની સંશોધન-સંપાદન સામગ્રી એકત્રિત કરી હતી. તેના કાળધર્મ બાદ પ્રકીર્ણકોનું મહત્ત્વનું શેષ કાર્ય ગુરુભક્તિથી પ્રેરાઈ આત્મીયભાવે તેઓએ પૂર્ણ કરેલ છે. આ રીતે આ સમગ્ર યોજનાના અવિભક્ત અંગરૂપ બનેલ ૫૦ શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકના અનેકવિધ સહકાર બદલ અમે ઋણી છીએ.
૧. અમારી આગમપ્રકાશન યોજનાના પ્રારંભથી જ, ભારતીય દર્શનશાસ્ત્રોના ઊંડા અભ્યાસી પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનો આત્મીયભાવે સહકાર મળેલ છે. ૨. અમારી આ સુચિત યોજનાના ઉભવથી જ આત્મીયભાવે સહકાર આપનાર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પોતાની અસ્વસ્થ તબિયત હોવા છતાં અમારાં પ્રકાશનો અંગે હાદિક રસ દાખવીને અમારી પ્રવૃત્તિ પ્રત્યે મમત્વ દર્શાવ્યું છે. ૩. ગ્રંથમાં આવેલ “નૈન-૩મામ સંબંધિત સંક્ષિપ્ત વતન્યનું તથા ગુજરાતી ભાષામાં લખેલ પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર, સુખ્યાત વિદ્વાન ડૉ. શ્રી નગીનદાસ જી. શાહે (મુખ્ય નિયામક, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ) કરેલ છે. અને ૪. અમારી સંસ્થાના અવિભાજ્ય અંગભૂત સનિષ્ઠ ડિરેક્ટર શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાએ મુદ્રણ આદિ કાર્યની બધી જ સમસ્યાઓને પોતાની સમજીને અસાધારણ સહકાર આપેલ છે. જ્ઞાનપ્રકાશનના આ કાર્યમાં સહકાર આપવા બદલ અમે આ ચારે ય વિદ્વાનોના આભારી છીએ.
મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે તે માટે તેમના પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ.
આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ” નામનું રજીસ્ટર્ડ થયેલું સ્વતંત્ર ટ્રસ્ટ છે, આના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે :
૧. શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા ૩. શ્રી વૃજલાલ સુરચંદ મહેતા ૨. શ્રી યંતીલાલ રતનચંદ શાહ ૪. શ્રી રસિકલાલ મોતીચંદ કાપડિયા
૫. શ્રી પ્રતાપ ભોગીલાલ આગમ–સંશોધન પ્રકાશનકાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા માટેની જિનાગમ પ્રકાશન સમિતિના સભ્યો નીચે મુજબ છે :
૧. શ્રી કેશવલાલ કલાચંદ ) પાટણ જૈન ૨. શ્રી જે.કે. શાહ
મંડળના ૩. શ્રી મતલાલ ભીખાચંદ ! પ્રતિનિધિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org