SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન અમારી જૈન-આગમગ્રંથમાળા તરફથી ચોથા ગ્રંથાંકરૂપે પ્રકાશિત થયેલા વિવાહgomત્તિસુત્તના ત્રીજા ભાગના “પ્રકાશકીય નિવેદનમાં અમે જણાવ્યું છે તે મુજબ પ્રસ્તુત “izonયમુત્તારું મા?” ગ્રંથ પ્રકાશિત કરીને અમે તથા પ્રકારનો સંતોષ અને ગૌરવ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજે નિર્ણત કરેલાં, વીસ પ્રકીર્ણકસૂત્રો છે. આના સંપાદનને લગતી માહિતી આ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલી છે. આ ગ્રંથમાં આવેલાં વીસ પ્રકીર્ણસૂત્રોનાં ઉપયોગી પરિશિષ્ટો તથા વિવિધ આરાધના પ્રકરણ આદિ નાની-મોટી કૃતિઓ પણ તેના પરિશિષ્ટ સાથે પ્રસ્તુત ગ્રંથના બીજા ભાગમાં પ્રકાશિત થશે. પ્રસ્તુત ગ્રંથગત વીસ પ્રકીર્ણકસૂત્રોમાં જે આત્મહિતકર વિપુલ સામગ્રી છે તે આ ગ્રંથની પ્રસ્તાવનામાં આપેલા પ્રત્યેક પ્રકીર્ણકના પરિચયમાં જોવા માટે વાચકોને ભલામણ કરીએ છીએ. આવા જ પ્રકારની આત્મહિતકર સામગ્રી, પ્રસ્તુત ગ્રંથના બીજા ભાગમાં આવેલા આરાધનાપ્રકરણ આદિ ગ્રંથોમાં છે. આ બીજા ભાગનું મુદ્રણ ક સમયમાં થશે, અર્થાત દિવંગત પૂજ્યપાદ આગમ પ્રભાકરજી મહારાજના નિર્ણય મુજબ, આ આરાધનાપ્રકરણ આદિનું પ્રકાશન થશે. સૂચિત વરૂકુત્તાઈંના બીજા ભાગના સંપાદન અંગેની વિગતો તેની પ્રસ્તાવનામાં ૫૦ અમૃતલાલ ભોજક જણાવશે. જોકે પ્રસ્તુત ગ્રંથમાં વીસ પ્રકીર્ણકસૂત્ર છે, આમ છતાં ૪૫ જૈન આગમોની સંખ્યાની સંગતિને અનુસરીને દસ પ્રકીર્ણકસૂત્રો જ મનાય છે. અર્થાત ૪૫ આગમસૂત્રો પૈકીનાં પ્રકીર્ણકસૂત્રરૂપ દસ આગમસૂત્રો આ ગ્રંથમાં છે. દસ પ્રકીર્ણકસૂત્રોના નિશ્ચિત નામની કોઈ આધારભૂત પરંપરા ન હોવાથી, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે આ ગ્રંથમાં વીસ પ્રકીર્ણકસૂત્રો સ્વીકાર્યો છે. આ હકીક્ત અમે, ઉપર સૂચિત “વિવાદomત્તિસુત્ત' ગ્રંથના ત્રીજા ભાગના પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે. આની વિશેષ માહિતી પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાંથી પણ જાણી શકાશે. આ પ્રકાશન સાથે અમારી ગ્રંથમાળામાં, આ પ્રમાણે કુલ ૧૯ આગમસૂત્રોનું પ્રકાશન થયું છે . નંતિસુરં–૨. મજુમોના 1૬ ૨ (એક ગ્રંથમાં), ૩. goળવાસુત્ત મા ૨-૨, ૪. માયાળામુત્ત, ૫. સૂયાડંકુત્ત, ૬. સરવેયાશ્યિગુરૂં-૭. ૩રાયારું૮, માવસિયસુરં (એક ગ્રંથમાં), ૨. વિવાહવાત્તિસુત્ત મા -૨-૩, ૨૦-૨૧. પરૂ થયુત્તારું મારા ૨ (આ ગ્રંથમાં આવેલ વીસ પૈકીનાં દસ પ્રકીર્ણસૂત્રો જાણવા). ઉપર જણાવેલ ૧૯ આગમસૂત્રો ઉપરાંત સામાસુત્ત અને સમવાયામુત્ત, આ બે આગમસૂત્રોનું મુદ્રણ તો પૂર્ણ થયું છે. અને તે અલ્પ સમયમાં પ્રકાશિત થશે. આ બન્ને આગમસૂત્રોનું શ્રમસાધ્ય સંપાદન પૂજ્યપાદ વિરેણ્ય મુનિભગવંત શ્રી જંબુવિજ્યજી મહારાજે કર્યું છે. અમે અમારાં અગાઉનાં પ્રકાશનોમાં જણાવ્યું છે તેમ, પૂજ્યપાદ મુનિભગવંત શ્રી આગમપ્રભાકરજી મહારાજના તા. ૧૪-૬-૧૯૭૧ ના રોજ થયેલા દેહાવસાન પછી, સમગ્ર જૈન આગમોના સંશોધન-સંપાદન કરવા-કરાવવાની સંપૂર્ણ જવાબદારી પૂજ્યપાદ વિર મુનિભગવંત શ્રી જંબૂવિજ્યજી મહારાજસાહેબે સ્વીકારીને અમને ચિંતામુક્ત કર્યા છે. સન ૧૯૭૨-૭૩થી તેઓશ્રી અવિરત શ્રમ લઈને આગમપ્રકાશનકાર્યને વેગ આપી રહ્યા છે. તેમના દ્વારા સંપાદિત–સંશોધિત, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy