________________
પ્રશમરતિ વિવેચન સહિત જરૂર વિચારવા ગ્ય છે. મેહનીય કર્મ સમ્યકત્વગુણને અને ચારિત્રગુણને ઘાત કરે છે. જે કર્મ હોય તેટલે વખત પ્રાણી જીવતે રહે અને કર્મક્ષય થઈ જાય અથવા ખપી જાય, ત્યારે પ્રાણી મરણ પામે તે પાંચમું આયુષ્યકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાણી નારક, તિર્યંચ વગેરે તરીકે સંબોધાય છે, એટલે કેઈ પ્રાણીને નારક કે તિર્યંચ નામ અપાય, અથવા પ્રાણીને દેવ તરીકે કે મનુષ્ય તરીકે સંબોધાય, તે નામકર્મ કહેવાય છે, આ છઠું કર્મ થયું. જે કર્મ આત્માને ઊંચાનીચા કુળમાં જન્મ અપાવે, તેને સાતમું ગોત્રકમ કહેવામાં આવે છે. આઠમું અંતરાયકર્મ કહેવાય છે. દામ, લાભ, ભેગ, ઉપભોગ રૂપ આત્માની મૂળશક્તિને આ કર્મ રેકે છે. આ આઠમું કર્મ થયું.
એ આઠ કર્મ પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મ આત્માના મૂળગુણને ઘાત કરનાર હોવાથી એ ચાર કર્મને ઘાતકમ કહેવામાં આવે છે. ઘાતી કર્મોના ક્ષયથી કૈવલ્ય ઉત્પન્ન થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને શેત્ર કર્મો અઘાતી કહેવાય છે. એટલે આઠ પૈકી ચાર ઘાતી કર્મ છે અને ચાર અઘાતી કર્મ છે.
તેઓનું રાગ-દ્વેષજન્ય બળ કેટલું હોય છે, તે આપણે ઉપર જઈ આવ્યા છીએ. આ આઠ કર્મને ઓળખવાં એ જેની એની ખરેખરી ફરજ છે કારણ, એ આઠ કર્મની રચના પર અથવા પાંચ કારણોમાંના આ મુદ્દામ કારણ પર જૈન ધર્મની રચના થયેલી છે. કર્મના વિષયનું મહત્વ દર્શાવનાર અને આ આઠે કર્મના વિવેચન પર મેં એક સ્વતંત્ર નિબંધ લખે છે, તે પણ યથાવકાશ પ્રકટ થવા સંભવ છે. તે વાંચી કર્મનું સામ્રાજ્ય વિચારવું અને રાગદ્વેષને બને તેટલા કાબૂમાં રાખવા, કારણ કે એ રાગ કે દ્વેષ વગર આઠ પ્રકારનાં કર્મ બંધાતાં નથી. એટલે પરિણામે વાત એમ છે કે, એ આઠ કર્મથી ચેતવા માટે રાગÀષ પર વિજય મેળવવા અને એમને કદી તાબે થવું નહિ. રાગદ્વેષ વગર કર્મ બંધાતા નથી, માટે કર્મબંધનનું ખરું કારણ રાગદ્વેષ છે. એના પર વિજય મેળવવાને અને તે આવતાં હોય ત્યારે તેમનાથી ચેતવાને આ સર્વ પ્રયાસ છે. રાગદ્વેષ આવે ત્યારે ઓળખી લેવાની ચેતવણરૂપ આ લેક છે. આપણે એ ચારે કષાય અથવા તેના હેતુભૂત રાગ-દ્વેષનું સ્વરૂપ કાંઈક જાણું (ઉપર). હવે તેને વધારે ઓળખવા પ્રયત્ન કરીએ. આ ગાથાનું મહત્ત્વ જોઈ-વિચારી આ ગાથાનું વિવરણ વસ્તારથી સમજીને કરેલ છે. (૩૩) આઠ કમનાં નામ
स ज्ञानदर्शनावरणवेद्यमोहायुषां तथा नाम्नः ।
गोत्रान्तराययोश्चेति कर्मवन्धोऽष्टधा मौलः ॥३४॥ અથ_એ કર્મબંધ આઠ પ્રકારને થાય છે, મૂળથી ઊતરી આવેલ છે. તેનાં નામે . અનુક્રમે ૧. જ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય. ૩. વેદનીય. ૪. મેહનીય છે. આયુષ્ય ૬. નામકર્મ ૭. શેત્ર અને ૮. અંતરાય છે. (૩૪)
Jain Education International -
For Private & Personal Use Only
www.jainelibrary.org